બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનનું ફેન ફોલોવિંગ દુનિયાભરમાં છે. તેની ફિલ્મનો ઉત્સાહ ચાહકોમાં જબરદસ્ત હોય છે. હાલમાં તેની આવી રહેલી ફિલ્મ પઠાણને લઈને મામલો ખૂબ જ ગરમ થઈ ગયો છે. થોડા સમય પહેલા પઠાણ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું હતું જેમાં બેશરમાં રંગ જેવા દીપિકાના ભગવા કપડાને લઈને વિવાદ થયો હતો. ત્યારે હવે આ ફિલ્મનું વધુ એક રીલીઝ થયું છે “જુમે જો પઠાણ”.
આ ગીતમાં 57 વર્ષનો શાહરુખ ખાન 36 વર્ષની દીપિકા સાથે જોવા મળ્યો છે. મિત્રો તમે ગીતમાં જોઈ શકો છો શાહરુખ ખાન શટલેસ થઈને જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે. આ ગીતમાં અરજીતસિંહએ પોતાના અવાજ ની કળા બતાવી છે. આ ગીતમાં દીપિકાનો લુક પણ એટલો હોટ છે. ત્યારે આ ગીત હવે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.
આ ગીતનું નામ “જુમે જો પઠાણ” છે. બોલીવુડના ફેમસ સિંગર અર્જિત સિંહે પોતાના જાદુઈ અવાજમાં આ ગીત ગાયું છે. આ ગીતમાં તમે શાહરૂખખાને લાંબા સમય પછી આટલા કુલ ફોર્મમાં જોયો હશે. દીપિકા પાદુકોણ આ ગીતમાં શાહરુખ ખાન સાથે તાલ મિલાવી રહી છે. આ ગીતમાં શાહરુખ ખાન લાંબા વાળ સાથે ડાન્સ કરતો જોવા મળશે. મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ ગીત પાર્ટી સિઝન માટે એકદમ પરફેક્ટ છે.