મોરબીમાં જુલતા પુલ પર થયેલી દુર્ઘટના મામલે 1200 પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ ચાર્જ સહિત પોલીસ દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસની અંદર નવ લોકોની ધડક પકડ કરવામાં આવી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ નું નામ ચાર્જ શીટમાં મુખ્ય આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને જયસુખ પટેલે કોર્ટમાં જામીન માટે અરજી કરેલી છે.
પહેલી ફેબ્રુઆરીના રોજ સુનવણી થવાની છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના વિરુદ્ધ જયસુખ પટેલ ની ધરપકડ કરી વોરંટ ઇસ્યુ જાહેર કરવામાં આવ્યું હતું.
હવે જોવાનું એ રહ્યું કે એક ફેબ્રુઆરીના રોજ તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવશે કે તે જેલમાં જ રહેશે. એડવોકેટ દિલીપભાઈ મૃતકોના પરિવાર વતી લડી રહ્યા છે. તેમણે કોર્ટમાં સુનાવણી સમયે સાંભળવા માટે અરજી કરી હતી. કોટે આ અરજી મંજૂર કરી અને આગામી સુનાવણીમાં તેમને એક તક આપવામાં આવશે.

મોરબીમાં જુલતાપુલનું રીનોવેશન કર્યા બાદ 5 દિવસમાં જ પુલ તૂટી ગયો હતો. આખા પુલનું મેનેજમેન્ટ અને તેની સંપૂર્ણ જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી. જોકે દુર્ઘટના મામલે જે ફરિયાદ કરવામાં આવી તેમાં તેનું નામ આરોપી તરીકે મૂકવામાં આવ્યું ન હતું.

મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે. આ ઘટનાને ત્રણ મહિના થયા છે ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.