રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીને તમે જાણતા જ હશો. હાલ તે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક છે અને તેના પરિવારના લોકો પણ આજના સમયમાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની માત્ર એક લોતી દીકરી ઈશા થોડા સમય પહેલા બે જુડવા બાળકોને જન્મ આપી ચૂકી છે અને તે પહેલી વખત અમેરિકાથી પોતાના ઘરે મુંબઈ આવી છે.
આજે મુકેશ અંબાણી પરિવારની અંદર ખુશીનો માહોલ છે. ત્યારે ઈશા અને તેના બંને બાળકોની ખૂબ જ સારામાં સારી અને ભવ્ય વેલકમ ઉજવણી રાખવામાં આવી હતી. તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ઈશા મુકેશ અંબાણીની લક્ઝરી ગાડીમાં ફંક્શન ની અંદર ધમાકેદાર એન્ટ્રીમાં જોવા મળી હતી.
મિત્રો તમને જણાવી દઈએ મુકેશ અંબાણી પાસે એક થી એક ચડિયાતી ગાડી છે. થોડા સમય પહેલા મુકેશ અંબાણીએ ત્રીજી રોલ્સ રોય ગાડી ખરીદી હતી. આ ગાડી દેશની સૌથી મોંઘી ગાડી છે .આ ગાડીને એક કરોડ રૂપિયા આપીને અલગથી પ્રિન્ટ કરાવવામાં આવી હતી. આ ગાડી જોઈને તમારા તો હોશ જ ઉડી જશે. આ ગાડી ની કિંમત 13.14 કરોડની આસપાસ છે અને તેના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મુકેશ અંબાણી ની ગાડી નો નંબર પણ જીરો જીરો વન (૦૦૧)છે.