હે ભગવાન એવું કોઈ સાથે ન થવા દેતા..! ઘરમાં રમી રહેલા 4 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે…

માસુમ બાળકના મૃત્યુ ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાન ના કોટા માંથી સામે આવી છે. જેમાં એક માસુમ ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું છે મળતા સમાચાર અનુસાર રાત્રિના સમયે ઘરના કુલર પાસે રમી રહેલા ચાર વર્ષના બાળકને કરંટ લાગ્યો હતો.

આ સાથે જ તેમનું મૃત્યુ થયું હતું મૃતક બાળકનું નામ ગૌરવ છે જેની ઉંમર માત્ર ચાર વર્ષની છે જ્યારે માતાએ પોતાના બાળકને સ્નાન કરાવીને ઘરની અંદર રમવા મોકલ્યો હતો. ત્યારબાદ તેમની માતા કપડા ધોવા લાગી હતી પરંતુ દીકરાએ રમતમાં ને રમતમાં ભીના હાથે જ કુલરને સ્પર્શ કર્યો હતો. તેથી વધારે વીજ કરંટ પસાર થવાથી બાળકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.

બાળકના અવાજથી માતા તુરંત જ અંદર દોડી આવી હતી જ્યાં બાળકને તેણે બેભાન અવસ્થામાં જોતાની સાથે જ બૂમાબૂમ કરી દીધી હતી તેથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા ની સાથે જ તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ તેમનો સમગ્ર પરિવાર શોખની લાગણીમાં ગરકાવ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *