દુબઈમાં ભારતીય ડ્રાઈવર રાતોરાત બની ગયો કરોડપતિ – જીત્યો 33 કરોડ રૂપિયા

દુબઈની અંદર એક ભારતીય ડ્રાઇવર રાતોરાત કરોડપતિ બની ગયો. તેણે એક લકી ડ્રોમાં 15 મિલિયન દીરહામ(33 કરોડ)ની લોટરી જીતી છે. લોટરી જીત્યા પછી તેણે કહ્યું કે હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે હું 33 કરોડ રૂપિયા જીતી ચૂક્યો છું. ચાર વર્ષ પહેલા તે નોકરી ની શોધમાં ભારતથી દુબઇ ગયો હતો. ત્યાં તે ડ્રાઇવરની નોકરી કરે છે અને મહિને 3200 દીરહામ કમાય છે.

તેણે કહ્યું કે હું આટલી બધી રકમનું ક્યાં રોકાણ કરીશ? તે હજુ પણ કહે છે કે મને વિશ્વાસ નથી કે હું 33 કરોડ રૂપિયા જીત્યો છું. મળતી માહિતી અનુસાર દક્ષિણ ભારતના એક નાનકડા ગામનો વતની ઓગુલા ચાર વર્ષ પહેલાં નોકરીની શોધમાં દુબઈ ગયો હતો.

ઓ ઓગુલાએ કહ્યું હું આ રકમથી મારો ચેરી ટ્રસ્ટ બનાવીશ. જેનાથી મારા ગામ અને આસપાસના ગામોમાં ઘણા લોકોને જરૂરિયાત પૂરી થશે. તેણે વધુમાં જણાવ્યું કે મેં જ્યારે મારા પરિવારને આ વાતની જાણ કરી ત્યારે મારા પર કોઈને વિશ્વાસ ન થયો હતો. પરંતુ આ હકીકત છે અને મને તો હજુ પણ વિશ્વાસ નથી કે હું 33 કરોડ રૂપિયા જીતી ચૂક્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *