ઘણીવાર આપણી સામે આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણે ચોકી જતા હોઈએ છીએ. તેવામાં આવી જ એક ઘટના ગુજરાતના વડોદરા શહેરમાંથી સામે આવી છે જેમાં માતાએ જ પોતાની સગી બે દીકરીઓને દર્દનાક મોત આપ્યું હતું. વડોદરા શહેરના કરોડ બાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણ એ પોતાની સગી દીકરીઓને ઝેરી દવા પીવડાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી ત્યારબાદ પોતે ગળાફાંસો ખાય મોતનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે નિષ્ફળ રહી હતી.
દક્ષાબેનને સમયસર સારવાર મળી જતા તેનો બચાવ થયો હતો આ ઘટના બાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દક્ષાબેને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આ પગલું ભર્યું હતું. પોલીસને તપાસ દરમિયાન એક સોસાયટી નોટ પણ સામે આવી હતી મૃત્યુ પામેલી બંને દીકરીઓ માંથી મોટી દીકરી હની ટીવાય બીકોમ માં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે દક્ષાબેન ને પોતાની બંને દીકરીઓને હાથ પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી.
ત્યારબાદ બંનેના મૃત્યુ થયા હતા વધુમાં દક્ષાબેને કોઈ પણ જાતની દયા રાખ્યા વગર પોતાની બંને દીકરીઓને ગળું દબાવી જીવ લઈ લીધો હતો તે પછી તેની માતાએ ખુદ ગળાફાંસો ખાય આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર સારવાર મળી જતા તેનો બચાવ થયો હતો. પોલીસની એવી આશંકા છે કે આ ઘટનાને અંજામ આપવા માટે તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ હતો છ વાગ્યાની આસપાસ દક્ષા બહેનના ઉપરના માળે ભાડાના મકાનમાં રહેતી એક યુવતીએ દક્ષાબેન ના ઘરની બહાર નીકળતા એક યુવાનને જોયો હતો તેથી તેણે ચોર સમજીને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી.
ત્યારબાદ યુવતી જ્યારે તેના ઘરમાં જાય છે ત્યારે દક્ષાબેન નો મૃતદેહ લટક્યા હાલતમાં જોવા મળ્યો હતો તેથી તેણે તાત્કાલિક 108 નો સંપર્ક કરીને સારવાર અર્થે ખસેડ્યા હતા દક્ષાબેને છેલ્લી વાર પોતાની ફોઈની દીકરી નીલમ મકવાણાને ફોન કર્યો હતો ત્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ પોલીસ સાથે જોડાયેલા તમામ સૂત્રોને ધ્યાનમાં રાખી આ દર્દનાક ઘટના પાછળ ના કારણોને જાણવાનો પ્રયાસ કરી રહી છે.