તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની મુશ્કેલીઓ વધતી જાય છે. થોડા દિવસો પહેલા જ તુંનિશાની માતાએ શીઝાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો. શીઝાન ખાનને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પોલીસે તેની સતત પૂછપરછ કરી હતી. ગઈકાલે શીઝાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. શીઝાન ખાનને કોર્ટમાં લઈ જતો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થયો છે.
આ વીડિયોની વાત કરીએ તો આ વીડિયો જોયા પછી લોકોમાં ખૂબ જ રોષ ફાટી નીકળ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો શીઝાન બ્લુ ઉડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. તેને ઉઘાડા પગે કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યો છે. મિત્રો તેના પગમાં ચંપલ પણ નથી. પોલીસ નું વર્તન પણ તમે જોઈ શકો છો તેને કારમાંથી ખેંચીને બહાર કાઢે છે. ત્યાં ઊભેલી ભીડ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તેથી પોલીસે ઝડપથી શીઝાનને અંદર લઈ ગઈ. જેથી પોલીસની આ રીત લોકોને પસંદ ન આવી.
પોલીસે શીઝાનને ચપ્પલ વગર રોડ પર ઘસેડીને કોર્ટની અંદર રજૂ કર્યો હતો. આ વાયરલ વિડીયો પર એક યુઝર એ લખ્યું ‘આ ખૂબ જ ખરાબ છે’ પોલીસનું આ કામ જનતાને ગમ્યું નથી. લોકો સવાલ પણ કરી રહ્યા છે કે ‘શું સીઝનખાને કબુલાત કરી છે અથવા તેની સામે કોઈ પુરાવા મળ્યા છે?’ લોકો કહી રહ્યા છે કે પોલીસ સીઝન ખાન સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે. બીજા એક યુઝરે લખ્યું “હજી તે દોશી સાબિત થયો નથી”. તો બીજા એ લખ્યું “આ શરમજનક વર્તન કહેવાય”. કોઈકે લખ્યું “આવું વર્તન કરવું આ માનનીય છે”.આ વિડીયો હાલ ખુબ જ વાઇરલ થયો છે.