ચાલુ બસમાં આ બેન દરવાજા થી ચડવાની જગ્યાએ બારી માંથી બસની અંદર ઘુસ્યા, આજુ બાજુ બધા જોતા રહી ગયા કે આ શું….જુઓ વિડીયો

હાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો તો અમુક વીડિયો જોઈને તમને રોવું આવી જશે. તમે બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પર જોયું હશે લોકો બસ કે ટ્રેન પકડવા માટે ચાલુ ટ્રેનમાં અને બસમાં ચડી જાય છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો શોર્ટકટ રીત અપનાવે છે.

હાલમાં આવી જ રીતે શોર્ટકટ નો ઉપયોગ કરતી એક છોકરી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. બસમાં ચડવા માટે આ છોકરીએ એવો રસ્તો અપનાવ્યો કે આજુબાજુ વાળા બધા જ જોતા રહી ગયા. આ વીડિયો જોઈને તમે જરૂર હસી પડશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કેટલા લોકો બસમાં ચડવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે છોકરી બસના દરવાજા થી ચડવાની જગ્યાએ બસની બારીમાંથી ચઢવાનો પ્રયાસ કરે છે. બસમાં બેઠેલો છોકરો છોકરીને હાથ આપે છે અને છોકરી બારીમાંથી બસની અંદર ઘૂસી જાય છે.

છોકરી કોઈ પણ પ્રકારના ડર વગર આ સાહસ કરે છે. આ છોકરીને આવી રીતે ચડતી જોઈ આજુબાજુ ઉભેલા બધા જ લોકો હસી પડ્યા હતા.ઘણા લોકો તો આચાર્યચકિત થઈ ગયા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આવી નાનકડી ભૂલ જીવ જોખમમાં મૂકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *