ગુજરાતમાં ઘણા સમયથી હનીટ્રેપની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકો social media ના માધ્યમથી લોકો ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને મેસેજથી વાત શરૂઆત કરે છે ત્યાર પછી મળવા માટે બોલાવીને હની ટ્રિપનો ઘટના બને છે. જેમાં ઓનલાઇન લોકો મેસેજથી વાત કરી અને લાખો રૂપિયા ડુબાવી બેઠે છે. અત્યારે હાલ એક સુરત શહેરમાં એવી જ ઘટના સામે આવી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેમાં કેટલાક લોકોને ઓનલાઇન ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે.
સુરત શહેરની અંદર ટેક્સટાઇલ ખૂબ મોટી માર્કેટ ગણાય છે કહેવામાં એક એવી ઘટના સામે આવી છે જે embroidery machineના ખાતા ના માલિક તેને ટ્રીપ માં ફસાવવામાં આવ્યા છે. આ ઘટના વિશે વધારે માહિતી જણાવીએ તો આ ઘટના સિંગણપોર વિસ્તારમાં આવેલા embroideryના કારખાના ચલાવતો એક માલિક 2016 માં ભાવનગર ની અંદર એક હીરાનો કારખાનું ચાલવતા હતા ત્યાર પછી તે ભાવનગરની અંદર વેપારીને હર્ષા જોશી નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યા હતા.
હર્ષા જોશી ની વધારે વાત કરીએ તો તેનો પતિ કંઈ કામ ધંધો કરતો ન હતો. તેને લઈને હર્ષા જોશી ઘરમાં નવરા હોવાથી એને વેપારીને વાત કરી હતી. વેપારીને તેના પર દયા ભાવ આવતા તેને નોકરી પર રાખ્યા હતા. થોડા સમય બાદ વેપારી અને હર્ષાબેન મિત્રતા ખૂબ વધી ગઈ હતી. પછી થોડા સમય પછી ધીમે ધીમે વેપારી અને હર્ષાબેન વચ્ચે પ્રેમમાં ફેરવાઈ ગયા હતા. તે પછી એકબીજા સહમતિથી શ-રીર સંબં-ધ પણ બાંધ્યા હતા. હર્ષા જોશી તેના પતિ પરેશ જોશી મળીને તે વેપારીને ફસાવવાનો એક પ્લાન બનાવ્યો. પ્લાન તૈયાર કરીને તે વેપારીને એક દિવસ ઘરે બોલાવ્યો હતો.
જ્યારે વેપારી અને હર્ષા જોશી તે બંને મજા કરી રહ્યા હતા તે સમય દરમિયાન બંને અંગત પળો માણતો ત્યારે પરેશ જોષીએ તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો ઉતારીને વેપારીને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું. જ્યારે પરેશ જોશી કહેતો હતો વેપારીને કે તે મારી પત્ની સાથે ગંદુ કામ કર્યું છે. સાથે તે વેપારીને ધાક ધમકી આપીને પાંચ લાખ રૂપિયા લીધા હતા.
વેપારી એ પૈસા આપ્યા પછી પણ તે વિડીયો ડીલીટ ના કર્યો થોડા સમય પછી વેપારી પોતાના પરિવાર સાથે સુરતમાં આવી ગયો હતો. ત્યાર પછી હર્ષા જોશી એ તે વેપારીને ફોન કરીને કહ્યું કે જૂની વાતો ભૂલી અને હવે નવેસરથી ચાલુ કરીએ. ત્યાર પછી તેને ફરી પ્રેમ પ્રકરણ ચાલુ કરી દીધું અને એકાંતા માણી હતી. પછી થોડા સમય પછી મહિલાનો પતિ વેપારી ને ત્યાં આવીને મન ફાવે તેવું બોલવા લાગ્યો અને વેપારીને જીવ લેવાની ધમકી આપી છે.
સમય જતા ફરી વેપારીને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારે વેપારી પાસેથી પૈસા ઉપરાંત કપડા, મોબાઈલની વસ્તુ દાગીના પણ વસૂલ કરવા લાગ્યા હતા. વેપારી પાસે જે ફ્લેટ બુક કરાવ્યો હતો તે પણ આરોપીએ તેની પાસેથી પડાવી લીધો હતો. જ્યારે આ ઘટના ખૂબ આગળ વધતા વેપારી ખૂબ કંટાળી જતાં તેને હર્ષા જોશી અને તેના પત્ની વિરોધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.