હાલ ગુજરાત રાજ્યની અંદર સુરત શહેરની અંદર નાની મોટી ઘટના સામે આવતી હોય છે. તેમાં એક એવી ઘટના છે. જે ગંભીર કિસ્સો છે. પતિ પત્ની વચ્ચે એટલો ઝઘડો થઈ રહ્યો હતો કે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી. ત્યારે આ ઘટનાનો બનાવ બનતા જ પોલીસને જાણ થતા પોલીસ ઘટના દોડી આવી હતી. આ મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ મા ખસેડવામાં આવી હતી. હાલ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
આ બંને કપલના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા
પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી પતિ કિશોર મોબાઇલ પર નો પોર્નોગ્રાફી વિડીયો જોતો હતો. જ્યારે આ ઘટના બનતા તેની પત્ની કાજલ ને ખબર પડતા બંને સામ સામે બોલવા લાગ્યા હતા અને પછી એ પતિનો મોબાઇલ તોડી ફોડી નાખ્યો. આ આ ઘટના બનતા પતિએ પત્નીના પર જ્વલનશીલ પદાર્થ ઠાલવી તેને આગ ચાંપી દીધી હતી ત્યારે તેમનો ઘટના અવસાન થઈ ગયું હતું કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેના લગ્ન દસ મહિના પહેલા જ થયા હતા.
જ્યારે પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની એ જાતે જ આગ લગાવી દીધી હતી પરંતુ પોલીસે તેને કડક માં કડક પ્રશ્ન પૂછપરછ કરતા પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. આરોપીએ કીધું કે પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડિયો જોતો હતો. જેનાથી તેની પત્ની સાથે તેને બોલાચાલી થતા તેને પોતાના પતિને જાતને આગ ચાંપી દીધી.
જ્યારે આરોપી વિશે વધારે માહિતી જણાવીએ તો આરોપી દાગીનું કામ કરે છે અને તેમની પત્ની કાજલ મુંબઈની રહેવાસી છે. કાજલ ના પરિવાર તરફથી ખૂબ દુઃખી છે. જે આરોપી પર કડકમાં કડક કાર્યવાહી થાય તેની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.