ભાવનગરના અમુક ગામમાં એટલા કરા પડયા કે જોઈને કહેશો આવો બરફ તો કાશ્મીરમાં જ હોય!

ભાવનગર શહેરમાં હાલ વરસાદનો માહોલ જામી ગયો છે. સાંજના સમયે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ વરસ્યો હતો. જો કે આજે સાંજના સમયે માત્ર માવઠાનો માહોલ જ રહ્યો હતો. બોટાદ શહેર અને ગઢડા તેમજ આજુબાજુ ના તમામ વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. હાલ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

હવામાનની આગાહીને પગલે ગુજરાતમાં કમૌસમી વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે. માહિતી અનુસાર અગાઉ પણ ચાલુ મહિનામાં થયેલા વરસાદે ખેડૂતોનના ઘણા બધા પાક બગાડી નાખ્યા છે. ત્યારે હવે એક વધુ માવઠું ખેડૂતો કેમ સહન કરી શકશે..! તે માટે ચિંતા નો વિષય બની ગયો છે.

18 માર્ચ સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. લગભગ 30 km ની તોફાની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવા લાગ્યો હતો. ભાવનગર શહેરનું તાપમાન 33.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ખાસ તો રાત્રે 24 કલાક અગાઉ 24.4 ડીગ્રી નોંધાયું હતું. બોટાદ ની અંદર સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડ્યા હતા.

પવન અને કરા પડવાને લીધે ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા. ઘઉં, તલ, ચણા જેવા પાકોને ભારે નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઢડા પંથકમાં સાંજે ચાર વાગ્યા પછી વરસાદ સાથે મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. જોઈને તો એવું જ લાગે જાણે જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયા હોય. આ દરમિયાન ગઢડા શહેર ઉપરાંત સમગ્ર પંથકમાં બરફ વર્ષા શરૂ થતા લોકોને નવાઈ લાગી.

ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સટ્ટા સાથે કરા પડ્યા હતા. વરસાદ સાથે કરા પડતા ખેડૂતો પણ નવાઈ પામ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ ભાવનગરમાં હવામાન ખાતાની આગાહી પગલે વરસાદ પડ્યો હતો. વરસાદી મહાલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ ખેતરોમાં ઉભો ડુંગળી તેમ જ કેરીના પાકને ભારે નુકસાની થઈ હતી “કુદરતની આફત સામે ખેડૂત બન્યો લાચાર”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *