સાળંગપુરમાં હનુમાન દાદાને રૂથી કરવામાં આવ્યો શણગાર – દર્શન કરી થઇ જશો ધન્ય

સાળંગપુરમાં આવેલા હનુમાન દાદા નું મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને આ મંદિર 200 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. મિત્રો તમને જણાવી દઈએ આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાલનંદ સ્વામી દ્વારા બનાવવામાં આવી હતી. આ મંદિરમાં દરરોજ હનુમાનજીની આરતી અને શણગાર થાય છે અને દુનિયાભરના ભાવિકે ભક્તો અહીં દાદાના દર્શન કરવા અને શ્રીફળ ચડાવવા માટે આવે છે.

આજે સાળંગપુર હનુમાનજી મંદિરમાં એક વિશિષ્ટ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો. શિયાળામાં ઠંડી ન લાગે તે માટે દાદાને રૂથી શણગારવામાં આવ્યા હતા. જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા.

ખાલી હનુમાન દાદા ની મૂર્તિ જ નહીં પરંતુ આખું ગર્ભગૃહ રૂ થી ભરી દેવામાં આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને તમને એવું લાગે કે દાદા હિમાલયમાં બિરાજમાન થયા છે. હનુમાન દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે. મહત્વનું એ છે કે સવારની આરતી બાદ થી ભક્તોની ભીડ જમા થઈ ગઈ હતી. લાખો હરિભક્તોએ આ કષ્ટભંજન દેવના દર્શન નો લાભ મેળવ્યો.

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *