રાજકોટના ગોપાલ ચોક નજીક સવારે 7:45 વાગ્યાની આસપાસ રસિકલાલ ઠાકર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. તે સમયે એક ગાય અચાનક રસ લાલ ને ઢીકે ચઢાવી જપેટમાં લીધા અને ગાયે શિંગડા વડે રસિકલાને ત્રણ મિનિટ સુધી સતત જમીન પર રગદોળ્યા. રસિકલાલ ને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જો કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.
ગાયને દૂર કરવાની કોશિશ કરી પણ…
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવતા ત્રિલોક પાર્કમાં રહેતા વૈભવ ઠકરાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પિતા રસિકલાલ ઠકરાર ઘર પાસે દૂધ લેવા પગપાળા ગયા હતા. તે દરમિયાન ગાયે તેમને અડફેટે લીધા હતા. સમગ્ર બનાવવાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તે દરમિયાન અજાણ્યા લોકોએ પણ ગાયને દૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગાય ત્યાંથી દૂર જતી જ નહોતી. સમગ્ર મામલે મારા પિતાની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મામલે અમારા દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.