પાટણમાં મોટા ભાઈનો હાર્ટ એટેક નાના ભાઈ થી સહન થતા 30 મિનિટમાં જ છોડ્યા પ્રાણ… એક સાથે બે અર્થી ઉઠી… ઓમ શાંતિ જરૂર લખજો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે. ઘણા કેસમાં તો એવું બન્યું છે કે ક્રિકેટર કે ફૂટબોલ રમતા રમતા લોકોના મોત થાય છે. અને ઘણી વખત તો જીમમાં એક્સરસાઇઝ દરમિયાન કોઈ વ્યક્તિના મોતના કિસ્સા બનતા હોય છે. જ્યારે હાલે કેવો જ કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારો હૃદય ધ્રુજી જશે. “કોને ખબર કાલે શું થવાનું છે” આ કહેવત પાટણમાં સાચી પડી છે. મોટાભાઈના મોતના સમાચાર મળ્યા ના 30 મિનિટમાં જ નાના ભાઈનું પ્રાણ પંખીડું ઉડી ગયું. (તસવીરો : દિવ્યભાસ્કર)

મળતી માહિતી અનુસાર પાટણના લોકેશનમાં રહેતા રામલાલ પટેલના ચાર દીકરાઓમાંથી મોટો પુત્ર અરવિંદભાઈ અને ત્રીજો નંબરનો દિનેશભાઈ રાણકીવાવ રોડ પર આવેલા દ્વારકા સોસાયટીમાં સાથે રહે છે. તે પાટણ માર્કેટ યાર્ડમાં શ્રીરામ ફર્ટિલાઈઝેશન નામની દુકાનમાં પણ સાથે જ બેસે છે. ત્યારે આજે અરવિંદભાઈ પાટણના માર્કેટ યાર્ડમાં આવેલા નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા અને ચેક ભરીને બહાર આવ્યા પછી ખુરશી પર બેઠા. જોકે ત્યાર પછી ચાલતા ચાલતા રોડ પર જતા હતા ત્યારે જ તે એકાએક ઢળી પડ્યા અને હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું.

રામલાલ પટેલના બીજા નંબરના દીકરાએ જણાવ્યું કે અરવિંદભાઈ ના મોતના સમાચાર મળતા દિનેશભાઈ દુકાનેથી ઘરે ભાગતા ભાગતા આવ્યા. તેણે કહ્યું હિંમત ના હતા બધું સારું થઈ જશે ત્યારે તેમને અચાનક ગભરામણ થતા ઢળી પડ્યા. તે પછી તેને હોસ્પિટલ લઈ જવા આવ્યા પરંતુ તેણે હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા.

એક બાજુ અરવિંદભાઈનો મૃતદેહ હોસ્પિટલથી ઘરે લવાયો અને બીજી બાજુ તેની અંતિમવિધિ ની તૈયારીઓ ચાલી રહી હતી. દિનેશભાઈ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા ના સમાચાર મળ્યા ત્યારે બંને દીકરાઓ પર આભ ફાટી પડી હોય તેવો માહોલ સર્જાયો. બંને પરિવારને એક સાથે અંતિમયાત્રા નીકળતા પરિવાર સહિતના લોકો હિબકે ચડ્યા. મૃતક અરવિંદભાઈ ને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે તેમની દીકરીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. દીકરો હાલ અભ્યાસ કરે છે જ્યારે દિનેશભાઈ ને સંતાનમાં એક દિકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *