ગુજરાતમાં મોગલમાં ના મુખ્ય ચાર મંદિર આવેલા છે જેમાંનું સૌથી વધુ પ્રસિદ્ધ કચ્છમા મોગલમાંનુ ધામ આવેલું છે. આ કબરાઉ ધામ પર હજારોની સંખ્યામાં માંના દર્શને આવે છે.
માં મોગલ પર ભક્તો ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે અને અહીંયા દિવસેને દિવસે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે અને કહેવાય પણ છે કે જો કોઈ ભક્ત ઘરે બેસીને પણ માતાજીને સાચા દિલથી યાદ કરી લે તો તેને નાની મોટી મુશ્કેલી દૂર થતાં વાર નથી લાગતી.
માંના દર્શન આવેલા લોકો તેને પોતાની જાતને ખૂબ ધન્યવાદ ગણાય છે જેથી તે તેના જીવનમાં તે શાંતિનો અનુભવ કરે છે અને નાના મોટા દુઃખો દૂર થાય છે. માંના ભક્તો નાના મોટા દુઃખો લઈને આવે છે અને માં તે દુઃખને હરણી લે છે.
જેમાં તમને એક એવી જ ઘટના વિશે જણાવી રહ્યા છીએ જે રાજકોટથી આવેલા ભાઈ અમૃતભાઈ તેમની માનતા પૂરી કરવા માટે મોગલધામ પહોંચ્યા હતા તેની માનતા હતી કે તેનું મકાન વેચાઈ જાય તેવી માનતા લીધી હતી કે મારું મકાન વેચાઈ જશે તો માં મોગલને 11 હાજર રોકડા ચડાવીશ. ત્યાર પછી કે 11000 મણીધર બાપુને આપ્યા અને મણીધર બાપુએ કહ્યું કે તમારી માનતા માં મોગલે સ્વીકારી લીધી છે.
આ 11000 રૂપિયા તમે તમારી બેન ને આપી દેજો માં મોગલ તમારી 101 ઘણી માનતા સ્વીકારી લીધી છે. ત્યારબાદ બાપુ ના આશીર્વાદ લઈ તે ભક્તો ખૂબ જ ખુશી જોવા મળ્યો હતો અને માં મોગલ ના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા.