હાલ સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે. જો તમને સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરતા આવડે તો તમારા માટે બધા જ કામ આસાન થઈ જાય. તમે પણ અત્યારે નાના મોટા કામ ઓનલાઇન કરતા હશો. જેથી તમારો ટાઈમ પણ બચી જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે.
આજકાલ મોબાઇલ બેન્કિંગમાં ઘણીવાર બેંક ખાતામાંથી પૈસા ખોટા એકાઉન્ટમાં કે બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ જતા હોય છે. જો તમે UPI બેન્કિંગનો ઉપયોગ કરો છો તો તમારે પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ બેન્કમાં ધક્કા ખાવાની જરૂર નથી. ચપટી વગાડતા જ તમારું આ કામ સેકન્ડની અંદર UPI દ્વારા થઈ જાય છે. પરંતુ ઘણીવાર ખોટો એકાઉન્ટ નંબર નાખવાથી બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જતા હોય છે. આવા કિસ્સાઓમાં તમે તમારી રકમ પાછી મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે?

ફટાફટ કેવી રીતે પૈસા પાછા મળશે?
બેન્કિંગ સુવિધાઓને સરળ બનાવવા માટે ઘણી નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે. પરંતુ, તેની સાથે જ કેટલીક મુશ્કેલીઓ પણ સાથે આવી છે. જેમ કે, જો તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો છો તો તમે શું કરશો? તે પૈસા તમે કેવી રીતે પાછા મેળવી શકશો? તમે ક્યારેય આ પ્રકારની ભૂલ કરી હશે. જો તમે, ભૂલથી તમારા પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કર્યા હોય, તો તમે તેને પરત મેળવી શકો છો.
વીડિયોમાં તમે જોઈ શકો છો એક વેબસાઈટનું નામ લેવામાં આવી રહ્યું છે જેના દ્વારા તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. આ વેબસાઈટ પર તમારે ટ્રાન્જેક્શન ને લગતી થોડીક વિગતો ભરવાની રહેશે. મિત્રો તમને જણાવી દઈએ આ વેબસાઈટ ગવર્મેન્ટ છે જેથી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વેબસાઈટ પર જાણકારી આપ્યા પછી થોડાક જ સમયમાં તમને બેન્ક પરથી તમારી ખોટા ટ્રાન્ઝેક્શન ની રકમ તમારી સાથે વેરીફાઈ કરીને તમને પરત મળી જશે.
બેંકને તરત જ જાણ કરો!
જે સમયે તમને ખ્યાલ આવે છે કે તમે ભૂલથી પૈસા બીજા કોઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે તો તેની જાણકારી તુરંત જ બેન્કને આપો. કસ્મર કેરને ફોન કરો અને તેને સમગ્ર વાતની જાણકારી આપો. બેન્ક તારી પાસે જો કોઈ ઇ-મેઇલ પર સમગ્ર જાણકારી માંગે તો તેમાં ભૂલથી થયેલ આ ટ્રાન્જેક્શનની તમામ વિગતો આપો. ટ્રાન્જેક્શનની તારીખ અને સમય, તમારી એકાઉન્ટ નંબર અને જે ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા છે તેનો પણ ઉલ્લેખ કરો.
જો તમે જે બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, તે એકાઉન્ટ નંબર ખોટો છે અથવા IFSC કોડ ખોટો છે તો પૈસા આપોઆપ ખાતામાં આવી જશે. પરંતુ જો આમ નથી થતું તો તમારે પોતાની બેંકની બ્રાન્ચમાં જઈને મેનેજરને મળો. તેને આ ખોટા થયેલા ટ્રાન્જેક્શનની માહિતી આપો. એ જાણવાનો પ્રયાસ કરો કે પૈસા કયા ખાતામાં ગયા છે, જો આ ખોટું ટ્રાન્જેક્શન તમારી જ બેંકની કોઈ બ્રાન્ચમાં થયું છે તો સરળતાથી પૈસા પરત આવી જશે.