ગુજરાતની પાવન ધરતી ઉપર ઘણા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે. લોકો ઘણા દેવી દેવતાઓને માનતા હોય છે. આ મંદિરમાં અવારનવાર દેવી દેવતાઓ ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે કે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. ખરા હૃદયથી કરેલું કોઈ પણ કામ ફળ આપે જ છે. દરેક લોકો ભગવાનની અલગ અલગ રૂપમાં પૂજા કરીને તેના પર શ્રદ્ધા વિશ્વાસ રાખે છે.
મિત્રો તમને જાણતા જ હશો કે મોગલ મા ના પરચા અપરંપાર છે. મોગલ માનુ નામ લેવાથી જ દરેક ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માં ક્યારેય પણ પોતાના દીકરાને દુઃખી જોઈ શકતા નથી. મા મોગલ પર લોકો ઘણી શ્રદ્ધા રાખે છે. માત્ર ભારત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ માં મોગલ ના ભક્તો છે.
વિશેષ વાત એ છે કે માંના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તોના દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.
મણીધર બાપુએ કહ્યું હતું કે, માં મોગલ ને કોઈપણ પ્રકારની દાન અથવા તો ભેટ ની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. ત્યારે જણાવ્યું હતું કે, મા મોગલ ને રાજી કરવા માટે ગરીબ લોકો ને કપડાં કે ભોજન જમાડવાથી મા મોગલ પ્રસન્ન થશે. મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે અને મા મોગલ રાજી થઈને દરેક ભક્તો ઉપર પ્રસન્ન થઈને તેમને રાજીરાજી કરી દે છે.