સામાન્ય રીતે છોકરા છોકરીઓ સાત ફેરા ફેરીને લગ્નના બંધનમાં બંધાઈ જાય છે અને જીવન ભર એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બની જાય છે. અહીંયા કંઈક અલગ જ કહાની સામે આવી છે. આ ઘટના જામનગરના લાલપુર તાલુકાના ડબાસણ ગામની છે. જ્યાં 18 વર્ષની હિરલ ગજ્જર અને તેના મંગેતર ચિરાગ ભાડેસીયાની આ કહાની સાંભળીને ભલભલાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા.

18 વર્ષની હિરલ ગજ્જર પર વીજ તાર પડતા બે પગ અને હાથ ગુમાવ્યા છતાં હિરલના મંગેતર ચિરાગ ને જીવન પર સાથ આપવા પોતાની જાન લગાવી દીધી હતી. હિરલ ના મંગેતર ચિરાગે આ પરિસ્થિતિમાં પણ જીવન ભર સાથ આપવાની વાત કરી.
પરંતુ વિધાતાએ મંગેતર ચિરાગ નું આ સ્વપ્નનું પૂરું થવા દીધું નહીં અને હિરલ દુનિયાને અલવિદા કહીને જતી રહી. મંગળવારે હિરલ ની અંતિમ વિધિ પણ મંગેતર ચિરાગ સહિતના પરિવારજનો સામે કરવામાં આવી. આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

આજથી ચાર વર્ષ પહેલાં ડબાસણ ગામમાં રહેતા ધનસુખભાઈની 18 વર્ષીય પુત્રી હિરલના 28 માર્ચના રોજ લગ્ન યોજાયા હતા. તેના લગ્ન 22 વર્ષીય ચિરાગ ભાડેસાની સાથે યોજાઇ હતા. ઉનાળાના વેકેશનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને ભગવાને હિરલ સાથે કંઈક અલગ જ વિચાર્યું.
સગાઈના લગભગ બે મહિના પછી એટલે કે 11 મેના રોજ હિરલ ઘરે કચરા પોતા કરી ભીનું પોતુ ઘરની બહાર ચૂકવવા જતી હતી ત્યારે અચાનક જ ઉપરથી પસાર થતા હાઈ કનેક્શન વીજ તાર મોત બનીને હિરલ ને માથે પડ્યો અને હાથ કપાઈ ગયો. હિરલ ના પગના ભાગે કરંટ લાગવાથી તે દાઝી ગઈ હતી.

હિરલ ની પ્રાથમિક સારવાર જામનગરના હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં હિરલના બંને પગ કાપવા પડ્યા હતા. સાત મહિનામાં લગભગ પાંચ સર્જરી કરવી પડી હતી. તબીબોએ હિરલ ને બચાવવા શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા.
જોકે ચિરાગ અને પરિવારના સભ્યો લાચાર બની ગયા હતા. હિરલ આ દુનિયા ને અલવિદા કહેવા જઈ રહી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી સારવાર લેતી 18 વર્ષની હિરલ નું 15 ડિસેમ્બરના રોજ નિધન થયું. અવસાન થતાં જ તેના પાર્થિવ દેહને ડબાસન લાવ્યા જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેના મંગેતર ચિરાગ રડી પડ્યો તેના આંસુ રોકી શકાય તેમ ન હતા. આ પરિસ્થિતિમાં કોણ કોને શાંત પાડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
હિરલ ના મંગેતર ચિરાગે વિદાય આપી અને અંતિમ સંસ્કાર પહેલા ચિરાગ રડવા લાગ્યો હતો. લગ્ન કરવાનું સપનું વિધાતાએ ક્યારે પૂરું ન થવા દેતા હિરલના પાર્થિવ દેહને પરણીતાની જેમ સોળે શણગારથી સર્જાવવામાં આવ્યો હતો.