અમેરિકા : હાલ અમેરિકા નો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે અમેરિકન મેક્સિકન મહિલાએ રસ્તા પર ફરતી ચાર ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણુક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની પણ ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટના એક હોટલમાં જમ્યા બાદ ભારતીય મૂળની ચાર મહિલાઓ પાર્કિંગ તરફ ચાલી રહી હતી ત્યારે અચાનક એક મેક્સિકન મહિલા ત્યાં આવી અને દૂર વ્યવહાર કરવા લાગે છે.
આ મેક્સિકન મહિલાએ કહ્યું હું ભારતીયોને નફરત કરું છું. બધા ભારતીયો સારા જીવનની શોધમાં અમેરિકા આવે છે અને આમતેમ કહીને મહિલા સાથે દૂર વ્યવહાર કરવાનો ચાલુ કર્યું. આરોપી મહિલાએ જણાવ્યું કે તેનો જન્મ અમેરિકામાં થયો છે પણ તે જે પણ જગ્યાએ જાય છે તેને ત્યાં નકરા ભારતીયો જ દેખાય છે ઇન્ડિયામાં જીવન સારું છે તો તમે લોકો બહાર કેમ આવો છો?
સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો :
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક વ્યક્તિએ લખ્યું : મારી માતા અને તેના ત્રણ મિત્રો ક્લાસમાં ડિનર માટે ગયા હતા. અને તે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક મહિલા ત્યાં આવીને અમારા ખાનદાન વિશે બોલવા લાગે છે એને દૂર વ્યવહાર કરે છે. તેનો દૂર વ્યવહાર વધતો ગયો અને મારી માતાએ વિડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આ જોઈને મેક્સિકન મહિલા તેઓને મારવા લાગી.
મેક્સિકન મહિલા પર પોલીસે લગાવી કલમો:
વીડિયો વાયરલ થયા બાદ, ટેક્સાસના પ્લાનો શહેરમાં પોલીસે ગુરુવારે બપોર સુધીમાં એસ્મેરાલ્ડા ઓપ્ટન નામની મહિલાની ધરપકડ કરી હતી. તેમની સામે વંશીય હુમલા અને આતંકવાદી હુમલાની ધમકીની કલમો લગાવવામાં આવી હતી.
મહિલાને 10,000 ડોલરનો દંડ:
આ મહિલાને દૂર વ્યવહાર અને માર મારવા બદલ 10000 યુએસ ડોલરનો દંડ ફરકારવામાં આવ્યો હતો. ખરેખર પ્લાનો અને ડલ્લા વચ્ચેનું અંતર માત્ર 31 કિલોમીટર છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયર થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે તેના પર તીખી પ્રતિક્રિયા આપી છે.