‘હું મારી મરજીથી મરું છું’ સુસાઇડ નોટ લખી ભાવનગરનો યુવક પંખે લટકી ગયો – યુવકના અંતિમ શબ્દો ‘મારુ સપનું પોલીસ બનવાનું હતું’

અવારનવાર તમે આપઘાતના ઘણા કિસ્સાઓ સાંભળતા હશો જેમાં કેટલાક માનસિક તણાવ તો કેટલાક પ્રેમી સંબંધમાં હોય છે. હાલમાં ભાવનગરથી એક આપઘાતની ઘટના સામે આવી છે. વડવા વિસ્તારમાં રહેતો એક શ્રમિકપરિવારના શિક્ષિત બેરોજગાર દીકરાએ આપઘાત કર્યો છે. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે મૃતકના અનેક પ્રયત્નો કરવા છતાં તેને સરકારી નોકરી ન મળે અને તે હતાશામા આવીને તેણે રવિવારે આપઘાત કર્યો.

આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે હું મારી મરજીથી મરું છું. મારા મમ્મી પપ્પા અને ભાઈ ને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરું છું. અને આગળ લખ્યું કે મારું સપનું પોલીસ જવાન બનવાનું હતું. આ ઘટનાને લઇ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પરિવારને મળીને સાંતવના પાઠવી હતી.

મૃતક યુવકનું નામ હિતેશ ભરતભાઈ સોરઠીયા હતું અને તેની ઉંમર 30 વર્ષ હતી. તે કોલેજ નો અભ્યાસ પૂરો કરી સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પોલીસની ભરતીમાં તે બે થી વધુ વખત જોડાયો પણ પાસ ન થતા તે હિંમત હારી ગયો અને માનસિક ડરને કારણે તેણે આ પગલું ભર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *