આજના સમયમાં દરેક વિદ્યાર્થીનું સપનું વિદેશમાં જઈ અભ્યાસ કરવાનું તથા ત્યાં સ્થાયી થવાનું હોય છે. આજકાલ દરેક વિદ્યાર્થીઓ અમીર બનવાના સપના જોઈને વિદેશની ધરતી પર પહોંચતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશ માંથી ભારતીય વિદ્યાર્થીઓના એવા કિસ્સાઓ સામે આવે છે કે જેને સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. આવી જ એક ઘટના આંધ્ર પ્રદેશમાં રહેતા તથા હાલમાં કેનેડામાં સ્થાયી થયેલા વિદ્યાર્થી સાથે બની છે.
મળતી માહિતી અનુસાર મૃતક યુવકનું નામ લેનીન નાગા કુમાર છે તેઓ તેના પોતાના રૂમમેટ સાથે રહેતો હતો પરંતુ રજાઓના દિવસોમાં તે પોતાના રૂમમાં રહેતા મિત્રો સાથે ફોલ્સ તળાવમાં મજા માણવા માટે ગયા હતા. પરંતુ અચાનક જ સ્વિમિંગ દરમિયાન ડૂબી જવાથી તેનું મોત થયું હતું. મૃતક યુવકના કાકા જણાવે છે કે તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી લગભગ 40 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે ત્યાં અચાનક જ ડૂબી જવાથી તેનું મોત થયું હતું પરંતુ તેનો મિત્ર જણાવે છે કે હું સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.
પરંતુ લેનીન નાગા કુમાર પાણીના વધારે પડતા પ્રવાહ તથા પાણી ઊંડું હોવાને કારણે તે બહાર નીકળી શક્યો ન હતો તેથી તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર તે તેના ત્રણ મિત્રો સાથે સોમવારે ફોલ્સ નામની જગ્યા પર ગયો હતો પરંતુ લઈને તરવાનું આવડતું ન હોવા છતાં પણ તે ગયો હતો તેથી તેનું ડૂબી જવાને કારણે મોત થયું હતું. તે ઓગસ્ટ 2021 માં એમએસ નો અભ્યાસ માટે યુનિવર્સિટીમાં ગયો હતો. ત્યાં તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો તે છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં હતો.
પરંતુ લાંબા સમયથી તેને નોકરી મળી ન હતી તેના મૃત દેને પરત લાવવા માટે મછલી પટ્ટનમના લોકસભાના સભ્ય વી બાલા સોરી એ વિદેશ મંત્રી એસ જયશંકર ને પત્ર લખીને વિદ્યાર્થીના મૃતદેહ ને યોગ્ય સમયમાં ભારત પરત લાવવા માટે વિનંતી કરી હતી. તેથી તેણે પણ પત્રને ધ્યાનમાં લઈને મૃતદેહને પરત લાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા તેમના પરિવારજનો જણાવે છે કે તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તેથી જ તેઓ રજાના દિવસોમાં ત્યાં ફરવા ગયા હતા પરંતુ તે આખરે મોતને પેઢીઓ હતો તે 2021 માં કેનેડામાં એમએસ ના અભ્યાસક્રમ માટે ગયો હતો.