બળાત્કારના કેટલાક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. હાલ પાકિસ્તાનમાં 40 વર્ષની હિન્દુ મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ મહિલાનું નામ દયા ભીલ છે. માહિતી અનુસાર હત્યા પહેલા તેનું સ્તન કાપી નાખવામાં આવ્યું હતું અને પછી માથું કાપ્યું અને માથાની અંદરથી માસ પણ કાઢી નાખ્યું. આ ઘટનાની સંપૂર્ણ માહિતી હિન્દુ સમુદાયની પાકિસ્તાનની પ્રથમ મહિલા સાંસદ કૃષ્ણ કુમારીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઘટના બાદ ત્યાંના લોકોએ ધરપકડનો વિરોધ શરૂ કર્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ આ મહિલા વિધવા હતી. તેની ઉંમર 40 વર્ષની હતી અને તેને ચાર બાળકો છે. આવી ખરાબ હત્યા કરવામાં આવતા હિન્દુ સમાજ ખૂબ જ ગુસ્સે થયો છે. આ મહિલાનો મૃતદેહ ખૂબ જ ખરાબ હાલતમાં મળ્યો હતો. ઘટનાની માહિતી પોલીસને મળતા જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું.
આ ઘટનાની તપાસ સીંજરો અને શાહપુર ચક્કર પોલીસે હાથ લીધી છે. આ કેસને લઈને ઘણા લોકોને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હિન્દુ મહિલાની હત્યા બાદ સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમણે પોલીસને વહેલી તકે આરોપની ધરપકડ કરવાની માંગ કરી છે. પોલીસ ટૂંક સમયમાં આ કેસને લઈને જાણ કરશે.