દુબઈ: UAEના જેબેલ અલીમાં ભવ્ય હિંદુ મંદિર (hindu temple in dubai) આવેલું છે. આ મંદિર દશેરાના એક દિવસ પહેલા એટલે કે, આજથી ખુલી જશે. ખલીજ ટાઈમ્સ અનુસાર આ નવું મંદિર સિંધી ગુરુ દરબાર મંદિરનો વિસ્તાર આવેલું છે. જે સંયુક્ત અરબ અમીરાતના સૌથી જુના હિન્દુમંદિરોમાંથી એક છે. અધિકૃત રીતે આ મંદિર 5 ઓક્ટોબરથી સામાન્ય જનતા માટે ખુલી જશે. અનેક દાયકાઓથી ભારતીયોનું સપનું હતું કે, દુબઈમાં પણ પ્રાર્થના કરવા માટે એક જગ્યા હોય.
દુબઈના જેબેલમાં આવેલ અલીમાં ફેબ્રુઆરી 2020માં આ ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર દશેરાના એક દિવસ પહેલા ખુલી જતા તમામ ભારતીયોનું આ સપનું પૂર્ણ થઈ જશે અને ખુશીનો માહોલ જોવા મળશે. ગલ્ફ ન્યૂઝ અનુસાર અધિકૃત રીતે આ મંદિર ભારતીયો માટે 5 ઓક્ટોબરથી ખુલશે. દુબઈ તમામ ધર્મના લોકોનું સ્વાગત કરે છે. આ નવા ખુબ મોટું મંદિરમાં 16 હિંદુ દેવી અને દેવતાઓની ભવ્ય પ્રતિમા મુકવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓનું મન પ્રફુલ્લિત થઈ જશે. આ મંદિરમાં હિંદુ ઉપાસક તથા અન્ય પ્રવાસીઓ પ્રવેશ કરી શકશે.
1 સપ્ટેમ્બર 2022ના રોજ આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર સફેદ આરસથી બનાવેલ છે, લાખો લોકોને મંદિરના અંદરના ભાગની ઝલક જોવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સ્તંભના ઉપરના ભાગ પર અરબી અને હિંદુ ડિઝાઈનની છત અને ઘંટ લગાવવામાં આવી છે. મંદિરના મેનેજેન્ટ વિભાગે સોફ્ટ ઓપનિંગ પર પોતાની વેબસાઈટ પર ક્યૂઆર કોડ આધારિત એપોઈન્ટમેન્ટ બુકિંગ પ્રોસેસ શરૂ કરી દીધી છે.
મંદિરના ઉદઘાટનના દિવસે લાખો લોકો મંદિર જોવા માટે ઉમટી પડ્યા હતા. વીકેન્ડમાં લાખો લોકોની ટ્રાફીવ જોવા મળી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવા માટે એન્ટ્રી માટે ક્યૂઆર કોડથી એપોઈન્ટમેન્ટ લેવાની રહે છે.

દુબઈના આ હિંદુ મંદિરમાં મુખ્ય પ્રાર્થના ખંડમાં મોટાભાગના દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. તે એક વિશાળ 3D ગુલાબી કમળ દર્શાવે છે, જે મંદિરના કેન્ટીલેવર ગુંબજ પર દેખાય છે.

આ પણ વાંચોઃ દશેરા પર ગુપ્ત રીતે કરો આ વસ્તુઓનું દાન, દેવી લક્ષ્મી થશે પ્રસન્ન, ધનની પ્રાપ્તિ થશે
મંદિરની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, મંદિરમાં જવા માટે એક નીતિ બનાવવામાં આવી છે. મંદિરમાં દર કલાકે મર્યાદિત સંખ્યામાં લોકોને જ પ્રવેશ આપવામાં આવશે