સાળંગપુર ધામમાં હનુમાનજી દાદાની એક ઝલક – દર્શન કરી અન્ય લોકોને પણ શેર કરો

સાળંગપુર ધામ મંદિર પર લાખોની સંખ્યામાં હરિભક્તો દાદા ના દર્શને આવી પહોંચે છે. તારીખ 21-1-2023 રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભવ્ય શણગાર કરી અને ભવ્ય અન્નકૂટ ધરવામ આવ્યો હતો.

ત્યારે સવારના 5:30 કલાકે મંગળ આરતી માં ત્યાંના પૂજારી સ્વામી દ્વારા 7:00 કલાકે ભવ્ય આરતી શ્રી કોઠારીસ્વામી દ્વારા કરવામાં આવેલ હતી અને બધા જ પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું કાર્યક્રમ કરવામાં આવેલ છે. ત્યાં લખો ની સંખ્યામાં ભકતોએ દર્શનનો લવા લીધો હતો.

જ્યારે દાદા ના શણગાર કરવામાં આવ્યો ત્યારે તેના ભક્તોને ધન્યવાદ અનુભવ થયો. શનિવાર ના રોજ 51 અલગ-અલગ મીઠાઈ અને ફરસાણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જોઈ શકે છે કે અલગ અલગ કલરના પણ ફુગ્ગા લગાવવામાં આવ્યા હતા અને મીઠાઈ ની અંદર “જય શ્રી રામ” ગદા મૂકવામાં આવી હતી.

સાળંગપુરધામ બોટાદ જિલ્લામાં આવેલું છે. જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. સારંગપુર ધામ પર લાખોની સંખ્યા દાદા ના દર્શને આવે છે.

તેમાં હનુમાનજી ના મંદિર પર અલગ અલગ તહેવાર કે અને શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમ અને ડેકોરેશન કરવામાં આવે છે. જેમાં દાદાની મૂર્તિ પાસે અલગ અલગ પતંગો પણ મૂકવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *