હાર્દિક પંડ્યા આ ખાસ દિવસે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે, હાર્દિક પંડ્યાની જાનમાં 3 વર્ષનો દિકરો પણ નાચશે, નતાશા સાથે સાત ફેરા…

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.આપણે બધા જાણીએ છીએ કે હાલ જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. સિદ્ધાર્થ અને કિયારા બાદ હવે રાજસ્થાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ લગ્ન (High Profile Wedding) થવા જઈ રહ્યા છે.હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં વેલેન્ટાઈન ડે પર લગ્ન કરવા જઈ રહ્યા છે.

બંનેએ વર્ષ 2020માં ઉદયપુરમાં કોર્ટ મેરેજ કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ મેરેજ ઉતાવળમાં થયા હતા અને સ્ટાર કપલ શાનદાર લગ્ન કરવા માંગતા હતા.ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલમાં બ્રેક પર છે.હાર્દિક પંડ્યાએ નતાશા (Natasha) સાથે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તે સમયે કોરોના કાળ હોવાના કારણે માત્ર પરિવારના લોકો જ લગ્નમાં હાજર રહ્યા હતા.

આ કપલ 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કરશે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન સમારોહ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 સુધી ચાલશે. આ પહેલા 31 મે, 2020 ના રોજ, હાર્દિક અને નતાશાએ સાધારણ લગ્ન દ્વારા તેમના સંબંધોને નવું નામ આપ્યું હતું. આવામાં હવે આ કપલ તેમના લગ્નને એક ગ્રાન્ડ ઈવેન્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

સમાચાર મુજબ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં હલ્દી, સંગીત અને મહેંદી જેવા ફંક્શનનો સમાવેશ થશે.હાર્દિક પંડયા, પત્ની નતાસા સ્ટાનકોવિચ, તેના ભાઈ અને ક્રિકેટર કુણાલ પંડયા તેમજ પરિવારના અન્ય સભ્યો સોમવારે સવારે મુંબઈ એરપોર્ટથી નીકળીને ઉદેપુરના ડાબોક એરપોર્ટ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *