ભારતીય T20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા યુવાનોમાં ઘણો લોકપ્રિય છે. આની અસર એ છે કે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ કરોડોમાં છે. તાજેતરમાં, ગુજરાત ટાઇટન્સના કેપ્ટને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 25 મિલિયનને વટાવી ગયા છે.

આ ખાસ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. હવે તેણે રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્સ વર્ટેપેન અને એરલિંગ હોલેન્ડ જેવા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે.

પોતાના ચાહકોનો આભાર માનતા હાર્દિકે કહ્યું, ‘પ્રેમ માટે મારા તમામ ચાહકોનો આભાર. મારા બધા ચાહકો મારા માટે ખાસ છે અને હું તેમના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર માનું છું.

હાર્દિક પંડ્યાએ 2016માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિકેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું અને હવે 29 વર્ષની ઉંમરે તે સિનિયર ટીમનો મહાન ખેલાડી બની ગયો છે. હાર્દિકે સફેદ બોલની ક્રિકેટમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે અને આ જ કારણ છે કે તેને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા એક શાનદાર ઓલરાઉન્ડર છે.
તેણે 87 T20 મેચમાં 1251 રન બનાવવા ઉપરાંત 69 વિકેટ પણ લીધી છે. આ સાથે જ તેણે 66 વનડેમાં 1386 રન અને 63 વિકેટ ઝડપી છે.