સાળંગપુર મંદિરની મુલાકાતે દરરોજ લાખો હરિભક્તો આવતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ સાળંગપુર મંદિરમાં દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

સાળંગપુર ધામ ભાવનગર થી માત્ર 82 કિલોમીટર દૂર છે. હાલ આ મંદિરમાં હનુમાનજીની ખૂબ જ મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર ખૂબ જ પ્રભાવિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આ મૂર્તિની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંત ધ્યાન બાદ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સાળંગપુર મંદિરની વાત કરીએ તો 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુ માંથી બનેલી 54 ફૂટની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ નું વજન 30,000 કિલો છે.

સાળંગપુરમાં હનુમાન દાદા નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં લોકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લા પાસે આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.