અમદાવાદની અંદર ચાલી રહેલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ પ્રમુખસ્વામી નગરમાં દરરોજ લાખો લોકો મુલાકાત લેવા આવી રહ્યા છે. આ નગરની વ્યવસ્થા અને મેનેજમેન્ટ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે અને ચારે બાજુ વખાણ ચાલી રહ્યા છે. અહીં સામાન્ય માણસની સાથે સાથે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવી ચૂક્યા છે. આ નગરમાં હજારો હરિભક્તો ખડે પગે સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી નગરના ઘણા વાયરલ વિડીયો તમે જોયા હશે જેમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. પ્રમુખ સ્વામી નગરના રસોડાનું મેનેજમેન્ટ જોઈને તો ભલભલા લોકોના મગજ કામ કરતાં બંધ થઈ ગયા હતા. શું તમને ખબર હતી કે આ મહોત્સવમાં મોટા મોટા હેર સ્ટાઈલિસ્ટો પણ સેવા આપી રહ્યા છે. અહીં વાળ કાપવા માટે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દેશભરના મોટા મોટા હેર સ્ટાઈલિસ્ટો મુલાકાત લેનારાઓને હેર કટ કરી આપે છે.

વાળ કાપવાના માત્ર 10 રૂપિયા
ભલે આ હેર સ્ટાઇલિસ્ટટો પોતાના સલૂનમાં હજારો રૂપિયાના વાળ કાપતા હોય પણ અહીંયા ફક્ત દસ રૂપિયામાં હેર કટીંગ કરી આપે છે. મહોત્સવ ની અંદર બનાવેલા આ ખાસ સલૂન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થયો છે. મિત્રો તમે જોઈ શકો છો હેર કટીંગ માટે ખૂબ જ મોટું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો લોકો જેને જે કામ આવડે છે તેમાં સેવા કરી રહ્યા છે. કોઈક દરજીનું કામ કરે છે તો કોઈક ચપ્પલ સીવવાનું કામ કરે છે. આવી સેવા ભાવના જોઈ સૌ કોઈના હૃદય પીગળી ગયા છે.