ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મહેરીયાની ધમાકેદાર એન્ટ્રી ! લાખો રૂપિયાની નવી ગાડી સાથે સ્ટાઈલમાં પડાવ્યા ફોટાઓ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો નવી મોંઘી મોંઘી લાખો રૂપિયાની ગાડી ખરીદી રહ્યા છે તેવામાં જ હાલ મોટામોટા સિંગર નામ સામે આવ્યું છે. તેમનું નામ છે કાજલ મેહેરીયા જેને લાખો રૂપિયાની ટોપ ગાડી લીધી છે.

કાજલ મેહેરીયા ના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ ઉપર 1.7 મિલિયન ફોલોવર છે અને તેને એકાઉન્ટ પર ગાડી સાથે નવા ફોટા શેર કર્યા છે જે તમે જોઈ શકો છો અને આ ફોટા શેર કર કરતા લખ્યું હતું કે મારા તમામ ચાહકો અને વડીલોના આશીર્વાદથી આજે મેં લક્ઝરીયસ ગાડી ખરીદી છે અને મારા બધા જ ચાહકોને હું દિલથી આભાર માનું છું. કાજલ મેહેરીયા એ લીધેલી ટોયોટા કંપનીની લેજેન્ડર કાર ની કિંમત અંદાજે 45 લાખ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાજલ મેહેરીયા ના ગીતો ખૂબ જ મધુર અવાજે ગવાયેલા ગીત છે જે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે અને ખાસ કરીને તો બેવફા વિશે ઉપર ગાયેલા ગીતો તેના ચાહકો ખૂબ જ પસંદ કરી છે. જ્યારે કાજલ મહેરીયા ના પ્રોગ્રામ હોય ત્યાં લાખોની ભીડમાં પ્રોગ્રાન જોવા લોકો ઉમટી પડે છે.

કાજલ મેહેરીયા ની વાત કરીએ તો તે એક ગરીબ ખેડૂત ના ઘરેથી જન્મેલી છે અને તેને જિંદગીની શરૂઆત તેને ખૂબ સંઘર્ષથી કરી હતી. જયારે કાજલ મહેરિયા ને કોઈ ઓળખતું પણ ન હતું. તેમનો કાજલ મેહેરીયા વધુ વાત કરીએ તો તેનો જન્મ 21 નવેમ્બર 1992 ના રોજ મહેસાણા જિલ્લાની અંદર આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામની થયો હતો.

કાજલ મેહેરીયા ના પિતાનું નામ નગીનભાઈ છે અને તે એક ખેડૂત છે જ્યારે કાજલ મહેરીયા ત્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે તેના ટીચરે તેને પહેલી વખત તેના મધુર અવાજ કારણે ગીત ગાવાનો મોકો આપ્યો હતો. વનમાં ચાંદલિયો ઉગ્યો રહે તેવું ગીતો પ્રસિધ્ધિ મેળવી હતી. કાજલ મેહેરીયા અત્યારે તો તેના પ્રોગ્રામ ઠેર ઠેર જોવા મળે છે અને તેના ચાહકો ખૂબ જ તેના ગીત પસંદ કરે છે જેના કારણે કાજલ મહેરીયા ખૂબ મોટી સંખ્યામાં પ્રોગ્રામ જોવા મળતો હોય છે જ્યારે કાજલ મહેરીયા ના મામા સંગીત વગાડતા અને કાજલ મહેરીયા મધુર અવાજથી ગીત લલકાવતા ત્યારે તેને ચાર વર્ષ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો અને ત્યાંના સમયે તેને રાતના 300 રૂપિયા જ મળતા હતા તેમજ રિક્ષામાં પણ પ્રોગ્રામ કરવા જવું પડતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *