આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી વસે છે એટલું જ નહીં જ્યાં જ્યાં ગુજરાતી હોય છે ત્યાં ત્યાં ગુજરાતી નો વટ છે. આજે તમે દુનિયાના કોઈપણ ખૂણે જાવ ત્યારે તમને કોઈના કોઈ ગુજરાતી લોકો જોવા મળશે મળશે ને મળશે. તેઓ હાલ અમેરિકા ની અંદર ન્યુયોર્ક CITYની ધરતી પર ગુજરાતીઓએ DJ સાથે વરઘોડો કાઢ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યો હતો તે હાલના સમયે ખૂબ જ વાયરલ છે. ગુજરાતીઓ પોતાનાં રીતિ રિવાજો ક્યારેય નથી ભૂલતા.
તમે ભારતમાં જોવો કે વિદેશમાં જોઈ લ્યો ગુજરાતીઓ લગ્ન તો ખૂબ જ ધામધૂમથી અને મોજ મસ્તી સાથે ઉજવે છે અને પોતાની પૂરી કમાણી એ એક લગ્નના પ્રસંગમાં ખર્ચી નાખે છે. અને હવે તો ભારતની જેમ અમેરિકામાં પણ વસ્તા લોકો જોરદાર લગ્ન કરે છે. અને આ વાત આ લગ્નનો વિડીયો સાબિત કરીને બતાવે છે. અમેરિકામાં ન્યૂયોર્ક સિટીમાં આ ગુજરાતીની જાન ખૂબ મોટી ભીડમાં જોવા મળી હતી. જેમાં મહેમાન જોશ અને ઉત્સાહથી લગ્નની ઉજવણી કરતા જોવા મળ્યા છે. તેમાંથી ઘણા બધા ભારતીયો અમેરિકા શેરીઓમાં લોકો રીતિ રિવાજ અને પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા અને તમે વીડિયોમાં જોઈ શકો છો તે હાલ વીડિયો Social Media માં ખૂબ જ વાયરલ છે.
વીડિયોની વધારે માહિતી જણાવીએ તો આ વિડીયો Instagram પર અપલોડ થયો હતો. વિડીયો અપલોડ કરનાર વ્યક્તિ નામ સૂરજ પટેલે છે અને આ વીડિયોમાં તે ડાન્સ કરતા પણ જોવા મળ્યા છે. સૂરજ પટેલના ભાઈ ના લગ્ન હતા અને તેમના સમારોહ દરમિયાન ડાન્સ કરતી વખતે આખો રોડ-વે બંધ કરાવી દીધો હતો. તમે વર-કન્યાને પણ જાન સાથે નાચતા જોઈ શકો છો.
અને ખાસ વાત કરીએ તો સૂરજ પટેલ એ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે. અને આ જાણીને આપણે બધા ગુજરાતી માટે ગૌરવ અનુભવીએ છીએ. તેને વીડિયોની નીચે કેપ્શનમાં લખ્યું હતું કે મારું હૃદય છલકાઈ ગયું છે, કારણ કે મારો પરિવાર મારા ભાઈના લગ્ન માટે આવા અવિશ્વસનીય પ્રસંગ માટે અહીં આવ્યો છે, NYCની શેરીઓમાં ખૂબ જ પ્રેમ અને ઊર્જા છે.આ વિડીયોના કારણે કેટલાકે રસ્તો રોકી દેવા બદલ ગુસ્સો પણ ઠાલવ્યો છે.
એક યુઝરે કમેન્ટ કરી હતી કે, તમને વ્યક્તિગત ઇવેન્ટ માટે બ્રોડવે બંધ કરવાની મંજૂરી કેમ આપવામાં આવે છે? શું આ લોકો માટે ગંભીર તકલીફ નથી?આ કારણે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ, પરીક્ષા માટે રાહ જોતો બાળક અને કામ પર જતાં લોકો મોડા પડ્યા હશે. વિડિયમાં લોકોએ વીવીધ રીએકશન આપ્યા છે અને વિડીયોને એનેક લાઇક્સ મળી છે.