ભારત દેશના સૈનિકો દેશની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે ઘણા જવાનો દેશ માટે એવું કામ કરતા હોય છે કે જેને લોકો સદીઓ સુધી યાદ રાખે છે તેવા સમયમાં એક આવી જ ગર્વ થનારી વાત સામે આવી છે. આપ સૌ જાણો છો કે હાલમાં દેશના દરેક ખૂણે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના નો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
તેવામાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામનો વતની તથા હાલમાં દયાપર માં રહેતો માત્ર 23 વર્ષનું યુવક સરકારની યોજના ના સમર્થનમાં મેદાનમાં આવ્યો હતો. તેણે કેન્દ્ર સરક્ષણ મંત્રીને પોતાના લોહી વડે પત્ર લખી દેશની સેવા માટે કોઈપણ જાતના વેતન વગર જોડાવાની માંગ વ્યક્ત કરી હતી. તેની સાથે સાથે તે દેશની સંપત્તિને થતા નુકસાનને પણ અટકાવવાના પ્રયાસો કર્યા હતા.
દીપક ડાંગરે સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોતાનું લોહી ભેગું કરીને કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથજીને પત્ર લખ્યો હતો તેમાં પોતાના લોહી વડે લખાણ કર્યું હતું કે હું એક પણ રૂપિયાનું વેતન લીધા વગર દેશની સેવા કરવા માટે તૈયાર છું તે વધુ જણાવતા કહે છે કે અગ્નિપથ યોજનાને લઈને થતા વિરોધ ના નામે જે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તેની હું વિરુદ્ધ છું કારણ કે દેશનો સૈનિક દેશનું રક્ષણ કરે છે તેને બચાવવાનો પ્રયત્ન કરે છે તે ક્યારેય કોઈપણ સંપત્તિને નુકસાન પહોંચાડતો નથી દિપક ડાંગરના આ પત્રથી તેની દેશ પ્રત્યેની ભાવના તથા ફરજ વ્યક્ત થાય છે.