કમાને નાચતા જોઈને ગુજરાત સ્ટાર હિતેનકુમાર ગુસ્સે ભરાયા, કહ્યું કે “આ બધું સર્કસ… જુઓ વિડિયો

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કમો જ છવાઈ ગયેલો છે. કમો ગુજરાતનો સેલિબ્રિટી બની ગયો છે. એટલું જ નહીં તે દેશ વિદેશમાં પણ જાણીતો બની ગયો છે. કમાની ખાસ વાત એ છે કે તે નાનપણથી જ પૂજ્ય મોરારીબાપુની કથા હોય કે રામામંડળ કે પછી રામધૂન હોય પરંતુ ત્યાં કમા ની હાજરી તો હોય જ.

કમો તો રાત ફેમસ થઈ ગયો અને કિર્તીદાન ગઢવી કમાને ખાસ મહેમાન તરીકે બોલાવે છે તેમ કહી શકાય. જ્યાં કમો ત્યાં કીર્તિ. ડાયરામાં કમાનુ સ્વાગત 2000 ની નોટોથી સન્માન સાથે થાય છે અને કમાની ફરમાઈશ થી “રસીયો રૂપાળો ઘેર જવું ગમતું નથી” ગીત ગવાય છે અને પછી કમો કિર્તીદાન ગઢવી ને ભેટી પડે છે. ખરેખર કમાનો સ્વભાવ લોકોને પ્રિય લાગી રહ્યો છે આજે દરેક લોક ડાયરામાં તેની ખાસ હાજરી હોય છે.

લોકો હવે કમાને ધુણાવે છે અને ડાન્સ પણ કરાવે છે જાણે કે કમા વગર ગુજરાતના ડાયરાઓ સૂના લાગતા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં કમો જોકર બનીને રહી ગયો છે, ત્યારે ગુજરાતના મશહુર અને લોકપ્રિય કલાકાર હિતેનકુમારે નિવેદન આપ્યું કે આ બધું સર્કસ ચાલી રહ્યું છે, કમા જેવા વ્યક્તિને રમકડું બનાવીને ન મૂકો. કિર્તીદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ અત્યારે ખૂબ જ વધારે થઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવીએ માત્ર તેને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું અને હવે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

હિતેન કુમાર નિવેદન આપતા કહે છે કે કમા જેવા મનોવિજ્ઞાન બાળકને આવી રીતે રમકડું બનાવીને મજાક ન ઉડાવશો. લોકોને આ બાળક પ્રત્યેની કરુણા નથી પરંતુ એક હાસ્ય ઘટના બનાવીને મૂકી દીધી છે, હું વ્યક્તિગત રીતે એક સંસ્થા સાથે સંકળાયેલો છું જેમાં મનોવિજ્ઞાન લોકોના અને મારા પરિવારના પણ સભ્યો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે ત્યારે ખરેખર લોકોને આવા લોકો સાથે આવી રીતે હસી મજાક ન કરવી જોઈએ.

હિતેનકુમાર વધારેમાં જણાવતા કહે છે કે જે લોકો લોક સાહિત્યની વાતો કરે છે એ જ લોકો કમા સાથે આવું વર્તન કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ખરેખર હું ખૂબ ડિસ્ટર્બ અનુભવી રહ્યો છું. કમાને તો ખુદને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે, પરંતુ લોકોને તો ખબર જ છે ને લોકોને એમનું ધ્યાન રાખવું જોઈએ. એ તો ખુદ પોતાની જાતને એક બાળક જ સમજે છે. પછી લોકોને સમજવું જોઈએ અને કમાનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ. ખરેખર આ ખૂબ જ શરમજનક બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *