હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નને યાદગાર બનાવવા માટે લોકો નવા નવા પ્રયાસો કરતા હોય છે. લોકો પોતાના લગ્નને એક અલગ રીતે પ્રસ્તુસ કરતા હોય છે. કોઈક પ્રી-વેડિંગ, લગ્ન કંકોત્રી, અનોખી જાન, યુનીક લગ્ન, મંડપ જેવા વગેરે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોની વાત કરીએ તો આ વરરાજો ડાન્સ કરવાનો ભારે શોખીન લાગી રહ્યો છે. તેણે ઇન્ડિયા નો નંબર વન ગીત “માન મેરી જાન” પર જોરદાર ડાન્સ કર્યો હતો. ડાન્સ તેણે તેની થનારી પત્ની સામે કર્યો હતો. તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ ગીત પર ડાન્સ કરીને વરરાજાએ લોકોના દિલ જીત્યા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર એન્ટિક ગુજરાતી નામના instagram પેજ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો જોઈને લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે વરરાજો તો ભારે શોખીન છે. બીજા યુઝરે લખ્યું વાહ શું ડાન્સ છે અને શું ગીત છે.