સુરતમાં લગ્નનો માહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે. સુરતના લગ્નમાં હાલ અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. આ વરઘોડાની વાત કરવામાં આવે તો 100 જેટલી લક્ઝરી કાર સાથે વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં વરરાજો બળદગાડામાં બેસીને આવ્યો હતો. મોટા વરાછા થી ઉતરાણ સુધીના 2 કિલોમીટર લાંબા વરઘોડાને જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા.

આ વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકો પોતાના લગ્ન પ્રસંગને અલગ બનાવવા માટે નવી નવી થીમ નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ વરઘોડો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્રના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેણે તેના બંને પુત્રનો અનોખો વરઘોડો કાઢ્યો હતો.

વરરાજા ની એન્ટ્રી કાંઈક અલગ જ હતી. 100 જેટલી લક્ઝરીયસ ગાડી લઈને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રોડ પર સૌ કોઈ જોતા રહી ગયા. પરંતુ નવાઈની વાત એ છે કે વરરાજો ખુદ બળદ ગાડામાં બેસીને આવ્યો હતો.

મોટા વરાછા ના રિવર પેલેસમાં રહેતા પ્રતીક ભરતભાઈ ના ઘરે શુભ પ્રસંગ હતો. સાંજે 5:00 વાગ્યે આસપાસ રિવર પેલેસ થી ઉતરાણ પાર્ટી પ્લોટ સુધી આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જાનની અંદર bmw થી માંડીને જેગવાર ફરારી સુધીની 100 જેટલી મોંઘી મોંઘી ગાડીઓ હતી. આ કારના કાફલાની વચ્ચે વરરાજો બળદગાડામાં બેસીને આવ્યો હતો. હાલ સુરત શહેરમાં આ વરઘોડાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

વરઘોડાને લઈ ભરત વઘાસીયા એ જણાવ્યું કે મારા બંને દીકરાને મેં ઈમ્પોર્ટન્ટ આપ્યું છે. જેથી મેં તેના જેટલા મિત્રો હતા બધાને ઈન્વીટેશન આપ્યું અને અલગ જ પ્રકારના લગ્ન કર્યા. કાફલા ની વાત કરીએ તો 50 લાખથી લઈને 5 કરોડ સુધીનો વરઘોડો કાઢ્યો હતો. વધુમાં ભરત વઘાસિયા જણાવ્યું કે વરરાજાને બળદગાડામાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે તેની આગળ 50 ગાડી અને પાછળ 50 ગાડી રાખવામાં આવી હતી.