નાના બાળકને દાદા-દાદીએ ગિફ્ટમાં આપી સાયકલ…બાળકની ખુશી જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે

માતા પિતા બાદ સૌથી વધુ પ્રેમ આપણા દાદા દાદી આપણને કરતા હોય છે. તે આપણા બીજા માતા પિતા સમાન જ હોય છે આવો જ એક દાદા દાદી દ્વારા પોતાના પુત્રને ભેટમાં સાયકલ આપતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા લોકો પોતાની કમેન્ટ્સ દ્વારા અલગ અલગ પ્રતિસાદ આપતા જોવા મળ્યા હતા.

આપણને પણ ઘણીવાર નાનપણમાં આવી ભેટ જોઈને ખુબ ખુશી મળતી હતી. આ વિડીયો જોઈને આપ પણ નાનપણમાં ચાલ્યા જશો વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક વૃદ્ધ દંપત્તિ તેમના પૌત્રને સરપ્રાઈઝમાં સાયકલ ભેટ તરીકે આપે છે. સાથે તેમના દાદા બાળકને પોતાના હાથમાં લઈને સાયકલ પાસે લાવે છે. આ સાથે જ બાળકને વધુ ખુશ જોવા માટે તેમના આંખ પર પટ્ટી બાંધવામાં આવે છે.

ત્યારબાદ સાયકલની નજીક જતાની સાથે જ તે પટ્ટી હટાવી લે છે. ત્યારબાદ દાદા ખૂબ જ ખુશીથી તેમને ગળે લગાવે છે. આ સાથે જ તેમનો પૌત્ર પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે સાથે સાથે તેમના દાદા દાદી ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. વિડીયો જોનાર તમામ વ્યક્તિઓ પોતાના બાળપણના દિવસો યાદ કરીને પોતાની યાદો કમેન્ટ બોક્સમાં દર્શાવી રહ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકોને દાદા દાદી દ્વારા અપાયેલી આ સરપ્રાઈઝ ખૂબ જ પસંદ આવી હતી. આ વિડીયો ત્રણ જુલાઈના રોજ instagram પેજ જિંદગી ગુલઝાર હે પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. બાળપણમાં આવી નાની નાની જ ખુશીઓ જીવન જીવવાની મજા આવતી હતી. આ વીડિયોને અત્યાર સુધી આઠ લાખ 26 હજારથી પણ વધારે વ્યુઝ મળી આવ્યા છે.

જેમાં તમામ યુવાનો તથા બાળકો આ વીડિયોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. ખરેખર આ વીડિયો પરથી કહી શકાય કે માતા-પિતા જેટલો જ પ્રેમ આપણને આપણા દાદા દાદી કરતા હોય છે માતા-પિતા બાદ નિસ્વાર્થ પ્રેમ નું ઉદાહરણ આપણા માટે દાદા દાદી જોઈ શકે છે આ વિડીયો જોઈને આપ પણ જરૂરથી ભાવુક થઈ જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *