ગુજરાતની અંદર અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રોજ હજારોથી લાખોની સંખ્યામાં ભક્તો મુલાકાત લે છે. અહીં મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી કોઈને કોઈ સારો ગુણ શીખીને જ જાય છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની અંદર સુરતના ડાયમંડ કિંગ કહેવાતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા મુલાકાતે આવ્યા હતા. ગોવિંદ ધોળકિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેઓ એક સફળ ઉદ્યોગપતિ બન્યા છે એ પાછળ પ્રમુખસ્વામી મહારાજનો હાથ છે. એકવાર ગોવિંદભાઈ ધોળકિયાના ઘરે સ્વામીજીની પધરામણી હતી ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વામીને પૂછ્યું હતું કે તે તેમના પાર્ટનર સાથે મળીને ધંધાને આગળ વિકસાવવા માંગે છે, ત્યારે સ્વામીજીએ મીઠા સ્વભાવથી ગોવિંદજીને જણાવ્યું હતું કે ‘હા તમારે આમ કરવું જોઈએ’ બસ આ શબ્દોથી જ ગોવિંદભાઈ ધોળકિયા એક સફળ ઉદ્યોગપતિ બન્યા છે.
ગોવિંદભાઈ ધોળકિયા નું કહેવું છે કે સ્વામીજી હંમેશા હકારાત્મક રહેતા અને એ જ કારણ છે કે આજે બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં નંબર વન બની ગઈ છે. વધુમાં જણાવતા કહે છે કે તેઓએ જ્યારે અહીં મુલાકાત લીધી ત્યારે તેઓ એકદમ અદભુત દ્રશ્ય જોયા. તેણે જ્યારે પણ સ્વામીજી સાથે વાત કરી છે ત્યારે તેઓને હકારાત્મક જવાબ જ મળ્યા છે. તેણે ક્યારેય સ્વામીના મુખેથી નકારાત્મક જવાબ સાંભળ્યો નથી. આ કારણથી જ અત્યારે આ સંસ્થા સતત સફળતાના પગથીયા ચડી રહી છે. આમ ગોવિંદ ધોળકિયાએ પ્રમુખસ્વામી મહારાજ સાથેનો દિવ્ય અનુભવ યાદ કરતા તેઓએ ઘણી વાતો શેર કરી હતી.