અમદાવાદ શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માટે હજારો હરિભક્તો છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાનું કામકાજ મૂકીને અહીં સેવાનું કામ કરી રહ્યા છે.
રામકૃષ્ણ એક્ષ્પોર્ટસના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજને જીવનમાં ઘણીવાર મળવાનું થયું એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે નાની વાવડી ગામમાં 1 દિવસ પધરામણી કરી તેમાં 80 ઘરો સત્સંગી થઈ ગયા એટલો પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ હતો. 1982 માં એન્ટબર્ગ એરપોર્ટ પર મેં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યા હતાં તે મને આજે પણ યાદ છે.

જો વાત કરવામાં આવે તો આમ નગરમાં માત્ર પ્રદર્શન અને બાળનગરી સિવાય અન્ય એવા લોકો પણ આવ્યા છે જે લોકો ભારતના નથી પણ માત્ર એકવાર પ્રમુખસ્વામી મહારાજને મળ્યા અને આખું જીવન બદલાય ગયું. સેમસી ઓમાનીની ભાષા આફ્રિકન છે અને તે ગુજરાતી ભાષા સમજી શકતો નથી. પરંતુ એક બાપાની નજર પડતાં જ સમગ્ર જીવનનો સાર જાણે એક નજરમાં આ તાંઝાનિયાનો યુવક સમજી ગયો. ત્યારે તે પ્રમુખસ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજને રાજીપો મળે અને ખાસ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે આ યુવક હજારો કિલોમીટર દૂરથી પ્રમુખસ્વામી નગરમાં સેવા આપવા માટે આવ્યો છે.