હાલ અત્યારે ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખેડૂતના ખૂબ રાહતના સમાચાર છે. જે અમદાવાદની અંદર આવેલા કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટની યાર્ડને આજથી શરૂઆત થઈ છે. જે 365 દિવસ ચાલુ રહેશે. વધારે વાત તો એ છે કે ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલે ખાનગી માર્કેટ યાર્ડ બનાવ્યું છે.
આ વાતને લઈને વધારે માહિતી જણાવીએ તો ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે ખેડૂત અને વેપારી માટે આ એક આધુનિક માર્કેટ યાર્ડ છે. બીપીનભાઈ જણાવ્યું કે ખાનગી એપીએમસીમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. શહેરની અંદર હોય તેથી ટ્રેક્ટરો ગ્રાહકોનના અવર-જવર ગાડીઓ જોવા માટે ખૂબ પરેશાની પડતી હતી.
સાથે આ યાર્ડમાં આધુનિક પણ સુવિધા આપવામાં આવી છે જેમ કે બેન્ક, એટીએમ જેવી અન્ય જરૂરિયાત વસ્તુને ધ્યાનમાં રાખીને આ યાર્ડ બનાવવામાં આવ્યું છે સાથે ખેડૂતને જમવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યારે આ યાર્ડ ની વધારે વાત કરીએ તો આ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ 10 લાખ સ્કવેર ફૂટ ફૂટ માં વેચાયેલું છે જે ભારતનો સૌથી મોટું માર્કેટ યાર્ડ છે અને આ એગ્રીકલ્ચર માર્કેટમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે સાથે સાથે વેબ બ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યુરિટી જેવી અન્ય સુવિધા પણ આપવામાં આવી છે.