ગુજરાતમાં બધા નાગરિકોને ખ્યાલ જ છે કે દારૂબંધી ખાલી પેપર પર જ છે. કંઈક ને કંઈક ઠેકા પર દારૂ વેચવાનું ચાલુ રહેતું હોય છે. એ બાબત ગુજરાતની તમામ પબ્લિકોને ખ્યાલ જ છે. જયારે હાલ સમય આગળ જતો જાય છે તેમ હવે પ્રસંગોમાં પણ દારૂનો ખૂબ વધી રહ્યું છે. લગ્નમાં લોકો દારૂ પીને અવારનવાર વિડીયો સામે આવતા હોય છે.અને તે ઈન્ટરનેટ પર વિડીયો જોવા મળતા હોય છે.

ત્યારે એક એવી કંકોત્રી સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. તે કંકોત્રીમાં લખવામાં આવ્યું છે કે કોઈએ “દારૂ પીને લગ્નમાં ન આવવું” સ્પષ્ટ લગ્નની કંકોત્રીમાં લખ્યું છે.
કોળી સમાજની લગ્નની કંકોત્રી વાયરલ
આ લગ્ન કંકોત્રી વાઇરલ ફોટાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના હડાળા ગામે યોજાઈ રહેલા લગ્નની કંકોત્રી છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે. અને કોળી સમાજ વ્યસન મુક્ત બને તે માટે મનસુખભાઈએ અનોખી પહેલ કરી છે.
જ્યારે રાજકોટના હડાળા ગામના મનસુખભાઈ સીતાપરા ની દીકરી ના લગ્ન હતા. તેમને કંકોત્રીમાં સ્પર્શ રીતે લખ્યું હતું કે મહેરબાની કરીને કોઈ પણ લગનમાં દારૂ પીને ન આવવું. મનસુખભાઈન કે કહ્યું 2017 માં કોળી સમાજને મીટીંગ કરી હતી. જેમાં દારૂ પીને આવનારને 501 રૂપિયાનો દંડ નક્કી કરાયો હતો. મનસુખભાઈ નું ધ્યેય છે કે મારા ગામ અને સમાજ વ્યસન મુક્ત બને.