ગીતા રબારી પહોંચી પ્રમુખસ્વામીનગરના દર્શન કરવા, કહ્યું મારી 25 વર્ષની ઉંમરમાં આવો મહોત્સવ…

ગીતાબેન રબારી હાલ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવની મુલાકાત પર આવ્યા છે. આ મહોત્સવમાં રોજના લાખો લોકો મુલાકાત લેવા આવતા હોય છે અને આ મહોત્સવમાં વિશ્વ કક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જ્યારે ગીતાબેન રબારી મહોત્સવમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેને કીધું કે શતાબ્દી મહોત્સવના સ્વામિનારાયણ નગરનો અદભુત નજારો છે. ખરેખર તો અહીંયા આવીને ખૂબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. ગીતાબેન ને વધારે માહિતી આપતા કહ્યું કે મેં મારા જીવન દરમિયાન 25 વર્ષમાં ક્યારેય પણ આવો ઉત્સવ જોયો નથી અને કદાચ ભવિષ્યમાં પણ આવો મને ઉત્સવ જોવા નહીં મળે.

સાથે સાથે ગીતાબેન ને કહ્યું કે આ નજરો ખૂબ જ ભાવ અને ભક્તિથી ભરેલો છે. અમે બધા તો કલાકાર છીએ અને સ્વામીશ્રી ભજનોને માનતા હતા. વધારે વાત કરીએ તો પ્રમુખસ્વામી પોતાના માટે નહીં પણ હંમેશા બીજા માટે જીવ્યા છે અને લોકોની સેવા કરી છે અને ગુજરાત હોય કે ભારત જ્યારે જ્યારે નાની મોટી સમસ્યા આવે છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને BAPS ની સંસ્થા લોકોની સેવા માટે હંમેશા ઉપસ્થિત રહે છે.

જ્યારે આપણા મહોત્સવમાં જઈએ છીએ ત્યારે આપણને આ નગરમાં પહેલા તો પ્રમુખસ્વામીની મૂર્તિ જોવા મળે છે અને જ્યારે પણ આપણે એક મિનિટ ત્યાં ઊભા રહીએ ત્યાં આપને શાંતિનો અનુભવ થાય છે .આ નગરમાં નાના બાળકો માટે ખૂબ સારું સજાવટ થી નગર બનાવવામાં આવ્યું છે. અને તેની સાથે સાથે લોકો ગ્લો ગાર્ડન આકર્ષિત કરી રહ્યો છે. તમે જે પણ દ્રશ્યો નિહાળો છો તેની પાસે કંઈક ને કંઈક સારો સંદેશ અપાઈ રહ્યો છે. અને જે નગર ની સજાવટ કરવામાં આવી છે તેની પાછળ લોકો ની ખુબ મોટી મહેનત છે અને પાછું વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ વસ્તુ બનાવી છે તે તને ત્યાં જોઈ શકો છો.

ગીતાબેને જેમ કીધું તેમ પ્રમુખસ્વામી મહારાજના જીવનનો જે તે ધ્યેય હતો કે બીજા માટે જીવવું તો ક્યાંક ને ક્યાંક માનવ જીવન એવું છે કે લોકો પોતાના માટે જ કરતા હોય છે પરંતુ આપણે બધાએ પ્રમુખસ્વામી મહારાજની આ વાતને જીવનમાં ઉતારવી જોઈએ અને આપણા જીવનમાં બદલાવ લાવવો જોઈએ અને બધી વસ્તુ આપણા માટે નથી બીજા માટે પણ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *