ગુજરાતમાં ખૂબ નામ ગુંજતું નામ એટલે કે કિંજલ દવે જે આજકાલ સમાચારમાં ખૂબ જ હેડલાઈન બની ગઈ છે જેની સગાઈ તૂટ્યા બાદ તે ખૂબ નારાજ જોવા મળી હતી. હાલ તે પોતાના જીવનમાં ખૂબ બદલાવ લાવી છે.
કિંજલ દવેનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ મોટું બની ગયું છે. કિંજલ દવે હાલ મોટા મોટા કાર્યક્રમો કરવા લાગી છે. વિદેશમાં પણ કિંજલ દવે ના પ્રોગ્રામ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ દવે નો અવાજ સુરીલો હોવાથી લોકો તેના તાલે ઝૂમતા હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
પરંતુ આ દરમિયાન કિંજલ દવે નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ધમાકેદાર ઝૂમતી નજર આવી રહી છે. પોતાના અવાજથી જુમાવનારી કિંજલ દવેને ઝૂમતતી જોવું ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે. લોકો તેને આ રીતે ઝૂમતા જોઈને વાહવા કરવા લાગ્યા હતા.
હાલ જ કિંજલ દવે પોતાની instagram એકાઉન્ટ પર તેને એક ફોટો એન્ડ વિડીયો શેર કર્યા છે. જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. કિંજલ દવે વાઈટ કલરનો શર્ટ અને જાંબલીનું પેન્ટ પહેર્યું છે અને તે માઈક સાથે દેખાઈ રહી છે ફોટામાં દેખાઈ રહ્યું છે કે તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે હાલ તેને પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે જે તેના એકાઉન્ટ પરથી ખબર પડી રહી છે જે એવા નવા તે પોતાના કાર્યક્રમના વિડીયો અને ફોટો શેર કરતી હોય છે અને તેના પર તેને ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.
કિંજલ દવેના આંખ ભવ્ય કાર્યક્રમ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો તેને આ ફોટા ની અંદર કેપ્શન માં લખ્યું હતું કે “Dombivli we’re ready to rock✌🏻😎See you in sometime” હાલ કિંજલ દવે તે પોતાના કાર્યક્રમ ખૂબ મોટા કરવા જઈ રહી છે અને તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.
જ્યારે કિંજલ દવે ની સગાઈ કારણ સામે આવ્યું છે કે કિંજલ દવે અને પવન જોશીના સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેના કારણે હાલ તેમની સગાઈ તૂટી ગઈ છે તેમનું કારણ એ છે કે આકાશ દવેની પવન જોશી ની બેન સાથે સગાઈ કરવામાં આવી હતી, માહિતી મળતા અનુસાર પવન જોશી ની બેન અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. જેના કારણે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી ગઈ છે.
કિંજલ દવે હવે સગાઈ તૂટવાની વાતને સ્વીકારીને પાછી તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર તે અલગ જ લુકમાં જોવા મળી છે. પહેલા ની જેમ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી રહી છે. લોકો તેના ફોટા ને પસંદ પણ કરી રહ્યા છે. કહેવાય કે કિંજલ દવે ફરી એકવાર તેના અસલી રૂપમાં આવી ગઈ છે.
કિંજલ દવેના ગીત youtube પર રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. વિડીયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે અને તેના દિન પ્રત્ય દિન વૃદ્ધિ થતી જાય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પ્રોગ્રામ કરવાના જાદુ કરી રહી છે. કહેવાય છે કે તેને એક અલગ જ આકર્ષણ ઊભું કરી દીધું છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે. જો કિંજલ દવેનો કોઈ પ્રોગ્રામ કરવો હોય તો તે એકથી બે લાખ ફી વસૂલ કરે છે.