પાકો ગુજરાતી! 20 ઘોડા અને 12 બળદગાડાને 30 કિલો ચાંદીથી શણગારી ફુલેકું કાઢ્યું

હાલ ગુજરાત રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે મોટી મોટી સેલિબ્રિટી પણ લગ્ન કરી રહ્યા છે. આ વર્ષના સમય પર એક અલગ જ trend નીકળી આવ્યો છે. જે ભારતની જૂની પરંપરાગત મુજબ કરવામાં આવતા લગ્ન ના ડેકોરેશન તરફ આજની Genration જઈ રહ્યો છે. ત્યારે આપણો જૂનો દાયકનો સમય આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

જ્યારે દીકરા દીકરી ના લગ્ન હોય ત્યારે બધા કંઈક અલગ અલગ આયોજન કરવાની કોશિશ કરતા હોય છે. અમે તમને એક પરંપરાગત કરવામાં આવતા લગ્ન ની વાત કરવા જઈ રહ્યા છીએ. જે સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ગામનું ફૂલેકું એક આકર્ષક કેન્દ્ર બન્યું છે. આ ફૂલેકામાં ગામના લોકો એકઠા થઈને જોવા ભેગા થઈ ગયા છે.

જ્યારે આ લગ્ન વિશે વાત કરીએ તો આ એક વીરનગર ગામના પરિવાર લોકોના લગ્ન છે.ત્યાં જયરાજભાઈ વાળા, રાજદીપભાઈ વાળા અને અજયભાઈ વાળાન આ ત્રણે વરરાજાનું એક સાથે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. વિશેષ વાત તો ફુલેકામાં 20 ઘોડા અને બાળ 12 બળદગાડા ભારતની જૂની પરંપરાગત શણગારવામાં આવ્યા હતા.

આ ફૂલેકાને જોવા માટે લોકો અલગ અલગ ગામેથી ફૂલેકું જોવા આવ્યા હતા. તે સમય પર આ ફૂલેકું જોતા લોકોને જુના લગ્ન યાદ આવી ગયા હતા.

ત્યારે વીરનગર ગામમાં ડીજે સાથે સાથે ત્રણ વરરાજાનો ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. ત્યારે તેનો માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો હતો અને સાથે સાથે ફુલેકામાં રજવાડી ઠાઠ પણ હતી. જે આ ગુજરાતની એક ગૌરવની વાત કેવાય કે આજે પણ લોકો આ પરંપરાગત ભૂલિયા નથી. આ ફોટો સોશ્યિલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *