ખેતરમાં કામ કરતી યુવતી સાથે બળજબરીથી કિસ કરવા ગયો અને યુવતીએ તેના હોઠ કાપી…

દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. એક યુવકને યુવતીની ઈજ્જત પર હાથ મુકવો ભારે પડ્યો. યુવક આ યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને યુવતીએ તેના હોઠ કાપી નાખ્યા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શનિવારે બપોરે એક છોકરી ખેતરમાં કામ કરતી હતી. આ યુવતીને એકલી જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા યુવકે અશ્લીલ હરકતો શરૂ કરી. બળજબરીથી યુવતી ને કિસ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બહાદુર યુવતીએ હિંમત કરીને યુવકના એક હોઠને દાંતથી કાપી નાખ્યો અને આરોપીનો સામનો કર્યો.

હોઠ કપાતા યુવક લોહી લુહાણ થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો. બીજી બાજુ યુવતી પણ ચીસો પાડવા લાગી અને આસપાસ લોકો ભેગા થઈ ગયા. લોકોએ યુવકને પકડીને પોલીસને જાણ કરી. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને કસ્ટડીમાં લીધો. તેના હોઠ નો ટુકડો પણ ત્યાં જ પડ્યો હતો.

પોલીસે આ હોઠના ટુકડાને એક પેકેટમાં સીલ કરીને નજીકની હોસ્પિટલમાં મોકલાવી આપ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસની પૂછપરછ માં આરોપીએ તેની ઓળખ મોહિત સૈની જણાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધર પકડ કરી છે.

યુવકે યુવતીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ છોકરીએ તેના હોઠ તેના દાંતથી કાપી નાખ્યા. જેમાં પીડિતાની ફરિયાદ પર એફઆઇઆર નોંધવામાં આવી અને યુવકની ધરપકડ કરવામાં આવી. આ યુવકની સારવાર હાલ ચાલી રહી છે. યુવતીએ જણાવ્યું કે 4 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે હું મારા ખેતરમાં કામ કરતી હતી જ્યારે અચાનક એક વ્યક્તિ મારી નજીક આવ્યો અને ખરાબ ઈરાદાથી મને પકડી લીધી. ત્યાર પછી તેણે મારા કપડાં પણ ફાડી અને મને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારો બચાવ કરવા મારા દાંત પડે તેના હોઠ કાપી નાખ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *