બાપ રે…! સુરતના હીરાબાગ સર્કલ પાસે નળ માંથી પાણી નીકળવાની જગ્યાએ નીકળ્યો કાદવ… જુઓ વાયરલ વિડિયો

સુરત શહેરમાં હાલ એક ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. હીરાબાગ સર્કલ પાસે વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક એવી ઘટના બની કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હાલા ઘટનાએ શહેરભરમાં ચર્ચાનો જોર પકડ્યો છે.

વિઠ્ઠલ નગર સોસાયટીમાં એક ઘરમાં નળની અંદરથી પાણી નીકળવાની જગ્યાએ કાદવ બહાર આવવાનું શરૂ થયું. નળ માંથી બહાર આવતા કાદવને જોઈને સ્થાનિક લોકો ભારે ચિંતામાં મુકાયા. જોતા માં જ કાદવ આખી સોસાયટીમાં ચારે બાજુ ફેલાઈ ગયો.

અચાનક જ કાદવનો સ્તરો વધવા લાગતા સોસાયટીમાં લોકો ચિંતામાં મુકાઈ ગયા. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચોમાસાની ઋતુમાં જે રીતે વરસાદના કારણે પાણી ભરાય છે તે રીતે સુરતને હીરાબાગ વિસ્તારમાં વિઠ્ઠલ નગર સોસાયટીમાં અંદર કાદવ ભરાયો હતો.

સોસાયટીમાં જે જગ્યા પર પાણીની પાઇપલાઇન હતી એ દરેક જગ્યા પરથી કાદવ બહાર આવવાનું શરૂ થયું. આ નળ ની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કાદવ વધવાને કારણે સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. વિચારી રહ્યા હતા કે આ કાદવ ક્યાંથી આવી રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ સોસાયટીના રસ્તા ઉપર જ નહીં પરંતુ ગટરની લાઈન માંથી પણ કાદવ આવવાનું શરૂ થઈ ગયું હતું. ઘરની અંદર તો કાદવના સ્તર જામી ગયા હતા. આ ઘટના બનતા જ અફરાફરીનો માહોલ સર્જાયો હતો.

માહિતી અનુસાર શહેરના ઘરની અંદર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રોની કામગીરીના કારણે સોસાયટીમાં પાણીની જગ્યાએ કાદવ નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *