દરેક માતા-પિતા પોતાના બાળકો માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને એક સમય એવો આવે છે જ્યારે માતા પિતાનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે જ્યારે તેમના બાળકો તેના સપના સાકાર કરે છે. અને જ્યારે તેમની ખુશી નો કોઈ પાર રહેતો નથી. ત્યારે આવો છે એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેને જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં એક પિતા દીકરીને તેની નવી કોલેજમાં ડ્રોપ કરવા આવતા દેખાય છે. આ દરમિયાન પિતાની આંખમાં આંસુ જોવા મળે છે. Instagram પર આ વિડીયો શેર કરતા પુત્રી એ લખ્યું કે, “મારા પિતા મને મારા સપના નું સ્થળ મિરાન્ડા હાઉસ કોલેજ, દિલ્હી યુનિવર્સિટી મુકવા આવ્યા હતા. કોલેજમાં આ મારો પહેલો દિવસ હતો ત્યારે મેં જોયું કે મારા પિતાની આંખોમાંથી આંસુ હતા. અને ત્યાર પછી દીકરી આગળ લખે છે કે, જ્યારે મારો સપનું પૂરું થયું ત્યારે પપ્પા એટલા ખુશ હતા કે તેઓ પોતાની લાગણીઓને રોકી શક્યા નહીં.
આ દીકરી આગળ વધુમાં જણાવે છે કે, “એ બાબત પણ સાચી છે કે તેના પિતાનો જીવનનો ટુકડો તેનાથી દૂર હશે”. પરંતુ પિતાના આંસુ કહેતા હતા કે દીકરીનું સપનું સાકાર કરવા માટે તેણે કેટલી મહેનત અને બલિદાન આપ્યું છે. દીકરી એ લખ્યું કે હું એટલું જ કહી શકું કે પપ્પા ના ચહેરા પર સ્મિત લાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. આભાર મમ્મી-પપ્પા, ‘આઇ લવ યુ’ આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અભિનેતા રોહિત શરાફ, આયુષ મહેરા અને નેટફ્લિક્સ ઇન્ડિયા ને પણ તેના પર કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવો આપવા મજબૂર કર્યા.