ગીર સોમનાથ જિલ્લામાંથી હાલ એક ભયાનક ઘટના સામે આવી છે. તમે સોશિયલ મીડિયા પર સાપે ડંખ માર્યાના ઘણા વીડિયો જોયા હશે. ત્યારે કંસારી ગામના દલિત પરિવારના એક યુવાનને સાપે શરીરના એક ભાગ પર 9 વખત ડંખ માર્યા. તેમ છતાં આ યુવકનો જીવ બચી ગયો.
માહિતી અનુસાર 28 વર્ષીય મહેશ કંસારી પોતાના પરિવાર સાથે ગામમાં રહેતો હતો. ત્યાં તે મજૂરી કામ કરતો હતો. મિત્રો તમને જણાવી દઈએ મહેશ સાથે આવી ઘટના બે વર્ષથી બનતી રહે છે. આ યુવકને છેલ્લા બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યા છે. આ ઘટના સાંભળીને લોકો વિચારી રહ્યા છે કે નસીબ તો આના કહેવાય કે આટલી વખત સાપના ડંખ માર્યા હોવા છતાં તેનો જીવ બચી ગયો છે.

સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે:
આ ઘટનાને પગલે મહેશના પરિવારજનોને પણ ચિંતા થવા લાગી હતી. તેઓને સમજાતું જ ન હતું કે, મહેશની સાથે આ શું થઈ રહ્યું છે. કેમ કે સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે ફક્ત મહેશને જ ડંખ મારે એટલે પરિવારના સભ્યો પણ કંટાળી ગયા કે હવે શું થશે? અંતે કંસારીથી થોડે દૂર વાવરડા ગામે રહેતા મહેશના મામા જયંતિ વાજાએ મહેશને વાવરડા તેમના ઘરે બોલાવી લીધો હતો. મહેશ પણ મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. તેમ છતાય સાપે મહેશનો પીછો ના મુક્યો.