અરમાન મલિક ને તો તમે જાણતા જ હશો (પ્રખ્યાત યુટ્યૂબર). જેના ઘરે આજે ખુશીનો માહોલ છવાયો છે. અરમાન મલિક હાલ તેમની બે પત્નીઓ સાથે રહે છે. તેમનું નામ પાયલ અને કૃતિકા છે. અરમાનની આ બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી થઈ હતી. થોડા જ દિવસો પહેલા અરમાન મલીકે ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ ખુશખબરી આપી હતી કે કૃતિકા મલિક એ પુત્રને જન્મ આપ્યો છે.

આશ્ચર્યજનક વાત તો એ છે કે અરમાન મલિક ની બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી હતી. જેમાંથી અરમાન મલિક ની બીજી પત્ની કૃતિકા મલિકે પુત્રને જન્મ આપ્યો છે અને સાથે સાથે આ સમાચાર તેને તેના ચાહકોને શેર કર્યા હતા. ત્યારબાદ તેમના ચાહકોએ અરમાનને બીજી વખત પિતા બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. અરમાન મલિકે પોતાની બંને પત્નીઓની સાથેની તસવીર શેર કરતાં પોસ્ટમાં લખી હતું કે “આખરે ગોલુ ‘માં’ બની ગઈ છે, કોઈ કહી છે કે છે દીકરી છે કે દીકરો? બંને એકદમ સ્વસ્થ છે તમારા લોકોની પ્રાર્થનાથી એકદમ સ્વસ્થ છે.”
વાત સાંભળવામાં આવી છે કે, કૃતિકાએ દીકરાને જન્મ આપ્યો છે. સૂત્રો મુજબ કૃતિકાને અગાઉ ત્રણ વાર કસુવાવડ થઈ હતી અને તેના પછી અત્યારે પહેલી વાર માતા બની છે કૃતિકા ના ચહેરાના ભાવથી લાગે છે કે તે ખૂબ જ ખુશ છે. જોકે આમાં બીજી ખુશ ખબર તો એ છે કે અરમાનની પહેલી પત્ની પણ ગર્ભવતી છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તેને અત્યારે આઠમો મહિનો ચાલી રહ્યો છે.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અરમાન ની પત્ની પાયલે એની સાથે લગ્ન 2011 માં કર્યા હતા. ત્યારબાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો હતો જેનું નામ બંનેએ ચિરાયું રાખ્યું છે જોકે થોડા મહિનો પછી પાયલ ને જાણવા મળ્યું કે અરમાન કૃતિકા ને ડેટ કરે છે. આવી સ્થિતિમાં પાયલને ગુસ્સો આવતા પાયલ અરમાન ને છોડીને જતી રહી હતી. પરંતુ આ દરમિયાન પાયલને ખૂબ જ એકલતા અનુભવી રહી હતી. ત્યારબાદ તે પોતાના પતિ અરમાન પાસે પાછી આવી ગઈ અને અરમાનની બીજી પત્ની કૃતિકા નો પણ સ્વીકાર કરી લીધો હતો.
ત્યારબાદ કૃતિકા અને અરમાને વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. હવે તેની બંને પત્નીઓ અરમાન સાથે ખૂબ જ ખુશ છે અને તમને જણાવી દઈએ અરમાને પોસ્ટ શેર કરતાં જણાવ્યું હતું કે, તેમની પહેલી પત્ની પાયલ કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકી નહોતી.

જયારે પાયલ અને અરમાને પરિવાર માટે પ્રયત્ન કર્યો ત્યારે ડોક્ટરે જણાવ્યુ હતું કે પાયલ કુદરતી રીતે ગર્ભધારણ નહીં કરી શકે. જોકે આઇવીએફ ની મદદથી આ ખૂબ જ સરળ બની ગયું હતું. અને તમને જણાવી દઈએ કે પાયલ નું પહેલું આઈવીએફ ફેલ થઈ ગયું. ત્યારબાદ પાયલ એ ફરીથી આઈવીએફ ની મદદ લીધી અને પરિણામ પોઝિટિવ આવ્યું એ પોઝિટિવ સમાચાર શેર કરતા કૃતિકાએ જણાવ્યું કે “અમારી બંનેની પ્રેગ્નન્સીમાં માત્ર એક મહિનાનો જ તફાવત છે.” આજે તમને જાણતા આશ્ચર્ય થશે કે આ જોડી સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે.