- કારમાં સીટ બેલ્ટ વગર પકડાયેલા વાહન ચાલકોના બહાના
અમદાવાદ : કાર ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાલ અમદાવાદમાં સીટ બેલ્ટ પહેરવાની મહત્વની સમજ આપવા ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ વિશેષ ડ્રાઇવ યોજી હતી. અમદાવાદ પોલીસે પહેલા બે દિવસ 618 લોકોને 3.7 લાખનો દંડ કર્યો હતો. આમાં વિચિત્ર વાત એ છે કે સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ લોકોએ એવા જવાબ આપ્યા કે, એક કાર ચાલે કે કહ્યું સાહેબ પાણી પીવા સીટબેલ્ટ ખોલ્યો અને તમે મને પકડી લીધો.
એવી દલીલ કરી કે મોઢામાં મસાલો હતો!
પોલીસ સામે એક વ્યક્તિએ દલીલ કરતા કહ્યું કે નિયમ તો હાઇવે પર લાગે શહેરમાં થોડા હોય? કોઈકે એવી દલીલ કરી કે મોઢામાં મસાલો હતો, થુકવા માટે બેલ્ટ હટાવ્યો અને ઝડપાઈ ગયો. એક કાર ચાલે કે કહ્યું હું તો બાજુની સીટ પર બેઠો છું ડ્રાઇવરે તો બેલ્ટ પહેર્યો જ છે મારે શેની જરૂર છે!
અકસ્માતમાં જો બેલ્ટ ન હોય તો 40 હોર્સ પાવર નો આંચકો લાગી શકે છે!
ટ્રાફિક રેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે કારમાં પાછળ બેઠેલા લોકોને પણ સીટબેલ્ટ બાંધવાનું સમજાવવામાં આવ્યું હતું. વધુમાં તેને જણાવતા કહ્યું કે જ્યારે કારનો અકસ્માત થાય ત્યારે જો સીટબેલ્ટ ન પહેર્યો હોય તો 40 હોર્સ પાવર થી પણ વધુ ગતિએ તમે ધકેલાઈ શકો છો. આવી જોરદાર ટક્કરથી માથા સહિતના અન્ય અંગોને પણ ગંભીર ઈજા થઈ શકે છે. અને જો સીટબેલ પહેર્યો હોય તો આ જીવલેણ ઈજા માંથી પોતાનો બચાવ કરી શકાય છે.