પ્રમુખસ્વામી નગરમાં જ્યાં જુઓ ત્યાં ગાડી ના થપ્પા – મેનેજમેન્ટ એવું કે તમારી 1 પણ મિનિટ નો બગડે…

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે તેના મેનેજમેન્ટના લોકો ચારે બાજુ વખાણ કરી રહ્યા છે. 600 એકરમાં ઉજવાય રહેલા ભવ્ય શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી શકો તેવા દ્રશ્યો જોવા મળે છે. આ નગરની મુલાકાત લેવા માટે દેશ-વિદેશથી લાખો લોકો આવી રહ્યા છે.

પ્રમુખસ્વામી નગરની પાર્કિંગ વ્યવસ્થા જોઈને તમે પણ કહેશો મેનેજમેન્ટ તો બીએપીએસ નું જ. દરરોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવા અને તેને ફરવા સુધીનું આયોજન જોઈને લોકો આચાર્યમાં મુકાઈ ગયા છે. અમદાવાદ જેવું શહેર જ્યાં કાર પાર્ક કરવા માટે લોકો આમથી આમ જગ્યા શોધતા હોય છે. ત્યારે આ નગરમાં ગડદી ન થાય તે માટે હજારો સ્વયંસેવકો પાર્કિંગ મેનેજમેન્ટમાં સેવા આપી રહ્યા છે.

બસના પાર્કિંગ અલગ ફોરવીલ ના પાર્કિંગ અલગ અને ટુવીલ ના પાર્કિંગ અલગ. ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે 30 જેટલી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જુઓ ત્યાં તમને બસ વાહનો જ દેખાય. પ્રમુખસ્વામી નગરના મેનેજમેન્ટના લોકો ચારે બાજુ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *