આ ગામની દરેક મહિલા 80-80 તોલા સોનુ પહેરીને ખુલ્લે આમ ફરે છે ! જાણો અનોખું કારણ

ગુજરાતમાં કેહવત છે કે સ્ત્રીઓનું શણગાર એટલે સોનુ છે. ત્યારે અમે તમને એક એવા ગામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે ગામમાં મહિલાઓ 80-80 તોલા સોનુ પહેરે છે અને તેના પહેરવાનો કારણ કંઈ અલગ છે. અમુક લોકો કહી રહ્યા છે કે એટલું સોનું પહેરવાથી ડર નથી લાગતો ?

જ્યાં કહેવાય છે ને કે 12 ગામે બોલી બદલાય તેવી જ રીતે આપણા દેશમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ ભાષાનો અલગ અલગ જગ્યાએ બોલે છે. તેવામાં જોધપુર જિલ્લામાં આવેલું ખેજડલી ગામ દર વર્ષે ત્યાં એક શહીદ મેળો યોજાય છે. ત્યાં કહેવામાં આવી રહ્યું છે કે પર્યાવરણ અને રક્ષા માટે વૃક્ષ બચાવવા માટે ૩૬૩ લોકોએ પોતાના જીવનું બલિદાન કરી દીધું હતું. તેની યાદમાં આ મેળો ભરવામાં આવે છે. જ્યારે બે વર્ષ બાદ યોજાયેલો મેળામાં મહિલાઓ સોનુ ચાંદી પહેરીને આવી પહોંચી હતી જ્યારે દરેક મહિલાએ 30-30 લાખના ઘરેણા પહેર્યા હતા.

આ મેળાની એક બીજી વિશેષતા એ છે કે અહીંયા પણ મહિલા લાખો રૂપિયાનું સોનું પેહરે તો પણ કોઈને ડર લાગતો નથી. ત્યારે સોમવારના દિવસ પર આવો જ એક મેળો ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુઢા બીશ્ર્નોઇ સમાજની મહિલાઓ ભારે ઘરેણાં પહેરીને આવે છે. આ મેળાની અંદર આવેલા દેરાણી જેઠાણી સાથે જાણવા મળ્યું કે તે લોકો 85 તોલા સીનું પહેરીને આવ્યા છે, મંજુ દેવે 85 તોલા સોનું પહેર્યું છે તેની સાથે આવેલી સુનિતાએ પણ ૩૦ તોલા સોનું પહેર્યું છે. વધુ માહિતી જણાવતા તેને કહ્યું કે અમે દર વર્ષે મેળામાં આવીએ છીએ આ અમારો ગૌરવ છે જ્યારે આ આ મેળાની અંદર મહિલાએ ઓછામાં ઓછું 25 તોલા સોનુ પહેરે છે. મેળા માં બેન્ડ, રાખડી, હાથફૂલ, બંગડી બ્રેસલેટ, જોધા અકબર સેટ વગેરે જેવી જ્વેલરી પહેરીને મેળામાં આવે છે.

આ મેળો ખેજડલી સ્થળ પર વિશ્વનો અલગ મેળો જોવા મળે છે. ઘણા સમય પહેલા દેવી ના હેઠળ 363 મહિલાઓ પુરુષોને બાળકો વૃક્ષો બચાવવા માટે પોતાનું જીવન બલિદાન આપી દીધું હતું. તેમની યાદોની પળો માટે આ મેળો ભરવામાં આવે છે. જોધપુરના ગામમાં આ મેળો ભરાય છે ભાદોના 10 માં દિવસે થાય છે. 21 સપ્ટેમ્બર 1730ના રોજ બિશ્નોઈ પુરુષો અને સ્ત્રીઓએ ખેજરી વૃક્ષોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. કહેવાય છે કે બિશ્નોઈ મહિલાઓ તેમના ગળામાં સોનાનો વેશ પહેર હતું. દાગીના સમાજની ઓળખનું પ્રતિક છે. ઓછામાં ઓછું 25 તોલાથી વધુ વજનનો વેશ સ્ત્રીઓ પહેરતી હતી.

આ વૃક્ષોને બચાવવા માટે લોકો અને મહિલાઓ વૃક્ષ ચીપકી ગયા હતા. તેમને વૃક્ષની કુહાડી થી કપાય ગયા હતા. આ વાત મહારાજા અભયસિંહ સુધી પહોંચી ત્યાં તો તેમને વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો અને ત્યાં તેને એક વચન આપ્યું કે મારવાડમાં ખેજડલી નું ઝાડ ક્યારે પણ કાપવામાં આવશે નહીં ત્યારે હાલ આ દિવસની યાદમાં લોકો દર વર્ષે ખેજડલીમાં શહીદ મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં લોકો હંમેશા વન જીવોને બચાવવા માટે પહેલા આગળ આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *